ACBની સફળ ટ્રેપ:વલસાડમાં આસીસ્ટન્ટ ઇલેકટ્રીકલ ઇન્સ્પેકટર 20 હજારની લાંચ લેતા ઝડપાયા, 28 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર

વલસાડ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇન્સ્પેકશનનું પ્રમાણપત્ર આપવાના બદલામાં લાંચની માંગણી કરી હતી

વલસાડ જિલ્લામાં ઇલેક્ટ્રિકના કોન્ટ્રાક્ટરે એક ખાનગી કંપનીમાં ઇલેક્ટ્રિક સિસ્ટમ ઇનસ્ટોલ કરવા માટે સંબંધિત અધિકારી પાસેથી કોન્ટ્રાક્ટરે.પરવાનગી માંગી હતી. કચેરીના આસિસ્ટન્ટ અધિકારીએ સુપરવિઝન કર્યા બાદ કોન્ટ્રાક્ટર પાસેથી ઇનસ્ટોલેશન પરમિશન રિપોર્ટ આપવા માટે રૂ. 20 હજારની લાંચની માંગણી કરી હતી. તે કેસમાં વલસાડ ખાતે ACBની ટીમે ગોઠવેલા છટકામાં આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિક ઇનસ્પેકટરને કોર્ટમાં રજૂ કરીને 28 જુલાઈ સુધીના રિમાન્ડ મેળવી આગળની તજવીજ હાથ ધરી છે.

28 જુલાઈ સુધીના સ્પેશિયલ કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા
વલસાડ ACBની ટીમે રૂપિયા વીસ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયેલા આરોપી આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિક ઇન્સ્પેકટરને લાંચની છટકામાં ઝડપી પાડયા બાદ પ્રાથમિક પૂછપરછ હાથ ધરવા આવી હતી. આજ રોજ વલસાડ ACBની સ્પેશિયલ કોર્ટમાં આરોપીને રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. તે રિમાન્ડની અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની અસરકારક દલીલોને ગ્રાહ્ય રાખીને વલસાડ ACBની સ્પેશિયલ કોર્ટના જજ પ્રકાશકુમાર પટેલે વલસાડ ACBની ટીમને લાંચ લેતા ઝડપાયેલા સરકારી અધિકારી અમિતકુમાર કાંતિલાલ પટેલના ACBની ટીમે 28 જુલાઈ સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા. વલસાડ ACBની ટીમે આરોપીના રિમાન્ડ મેળવી આગળની તજવીજ હાથ ધરી છે.

ઇલેક્ટ્રિક સિસ્ટમ ઇન્ટ્રોલેશન કરવા અંગે પરવાનગી માંગી હતી
વલસાડ જિલ્લામાં એક ઇલેક્ટ્રીક કોન્ટ્રાકટનું લાયસન્સ ધરાવતા કોન્ટ્રાક્ટર ખાનગી કંપનીઓ પાસેથી ઇલેકટ્રીકને લગતા કામો રાખે છે. આ કામના ફરીયાદીએ એક ખાનગી કંપનીએ કરેલા બાંધકામમાં ઇલેક્ટ્રીક સિસ્ટમ ઇન્સ્ટોલેશન કરવા માટેનું કામ રાખ્યું હતું. જે કામ બાબતે જરૂરી કાર્યવાહી કરી જરૂરી દસ્તાવેજો સાથે આસીસ્ટન્ટ ઇલેક્ટ્રીકલ ઇન્સ્પેકટર અમિતકુમાર કાંતિલાલ પટેલને એક અરજી કરી સ્થળ નીરીક્ષણ કરી જરૂરી ઇલેક્ટ્રિક સિસ્ટમ ઇન્ટ્રોલેશન કરવા અંગે પરવાનગી માંગી હતી.

ACBએ રંગે હાથ ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી
આ અનુસંધાને આ કામના આરોપી અમિત પટેલે સ્થળ વિઝીટ કરી ઇન્સ્પેકશન કર્યું હતું. જેમાં ઇન્સ્પેકશનનું પ્રમાણપત્ર મેળવવા તેમજ અન્ય એક ખાનગી કંપનીમાં વાર્ષિક ઇલેકટ્રીક ઇન્સ્ટોલેશન ઇન્સ્પેકશન રીપોર્ટ ઉપર સહી સિક્કા કરાવવાની કાર્યવાહી કરી હતી. ગઇ તા. 18મી જુલાઈ 2022ના રોજ ઉપરોકત કામો બાબતે ઇન્સ્પેકશન પ્રમાણપત્ર અને વાર્ષિક ઇલેકટ્રીક ઇન્સ્ટોલેશન ઇન્સ્પેકશન રીપોર્ટ ઉપર સહી સિક્કા કરાવવા પેટે અમિતકુમાર પટેલે કુલ રૂપિયા 20 હજારની લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોય જેથી ACBની ટીમનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જે ફરિયાદના આધારે ACBએ લાંચના છટકાનું આયોજન કરતા અમિતકુમાર પટેલ પોતાની ઓફીસમાં ફરીયાદી પાસે હેતુલક્ષી વાતચીત કરી લાંચની માંગણી કરી હતી અને ફરિયાદીએ ACBની ટીમે જણાવ્યા મુજબ રૂ. 20 હજારની લાંચ આપી હતી. જેથી ACBની ટીમના લાંચના છટકામાં આરોપી અમિતકુમાર પટેલ રંગે હાથ ઝડપાયો હતો. વલસાડ ખાતે સુરત ACBના ઇસ્પેક્ટરે આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિક ઇસ્પેક્ટરને તેનીજ કચેરીમાં લાંચ લેતા ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...