વલસાડ પાલિકા સંચાલિત મોરારજી દેસાઇ ઓડિટોરીયમ ખાતે આ ક્રાર્યક્રમમાં જિ.પં.પ્રમુખ અલકા શાહે જણાવ્યું હતું કે, દેશની મહિલાઓના ઉત્કર્ષ માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વર્ણિમ ગુજરાત વર્ષ નિમિત્તે મહિલાઓના સશકિતકરણના આ મહાઅભિયાનને પાર પાડવા રાજય સરકારે શરૂ કરેલી મિશન મંગલમ યોજના દ્વારા ગ્રામીણ વિસ્તારની ગરીબ બહેનોને જૂથમાં સંગઠિત કરી બચત, આંતરિક ધિરાણના અભિગમ દ્વારા તેમને સક્ષમ બનાવી આ જૂથોને રીવોલ્વીંગ ફંડ, બેંક ધિરાણ સાથે નાણાંકીય સવલતો આપી તેઓને ગરીબીમાંથી બહાર લાવવાની પરિણામલક્ષી કામગીરી હાથ ધરી હતી.
આ સાથે આ યોજનાના અમલીકરણ માટે ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની કાર્યરત કરી છે.આ પ્રસંગે વલસાડના ધારાસભ્ય ભરત પટેલે રાજય સરકારની મિશન મંગલમ યોજનાનો લાભ લઇ મહિલાઓને વિકાસ સાધી પગભર થવા અનુરોધ કર્યો હતો.ધારાસભ્ય ભરત પટેલે વલસાડની આઇટીઆઇની મુલાકાત લઇ સીવણ, બ્યુટી પાર્લર જેવા ટેકનીકલ કોર્ષ શીખીને પોતાના પગ ભર આત્મનિર્ભર બનવા જણાવ્યું હતુ.વલસાડ તા.પં.ના પ્રમુખ કમલેશ ઠાકોર, DRDA નિયામક જયેશ મયાત્રાએ અને આભારવિધિ વલસાડ TDO વિમલ પટેલે કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.