અધૂરી કામગીરી:દાનહમાં હર ઘર નલ સે જલ યોજના 50 ટકા પણ લાગુ ન હોવાથી ગૃહમંત્રીને રાવ

સેલવાસએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાંસદે અન્ય પ્રશ્નોની પણ ફરિયાદ કરી ઉકેલની માગ કરી

દાનહમાં કેન્દ્ર સરકારની નલ સે જલ યોજાનાનો 50 ટકા પણ અમલ કરવામાં આવ્યો ન હવા સાથે દાનહમાં રસ્તા,ડિવાઈડર, સ્ટ્રીટ લાઈટ,સ્વાસ્થ્ય વિભાગ, રોજગાર સહિતના મહત્વના મુદ્દાઓ અંગે સાંસદ કલાબેન ડેલકરે પ્રશાસકના સલાહકાર અને ગૃહમંત્રીને રજુઆત કરી છે. દાનહના સાંસદ કલાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ભારત સરકારની અતિ મહત્વપૂર્ણ હર ઘર નલ સે જલ યોજનાને પ્રદેશમાં હાલમાં 50ટકા પણ લાગુ કરાઇ નથી જેના કારણે ગામડામાં અને શહેરમાં સ્વચ્છ પીવાના પાણીની ગંભીર સમસ્યા છે.આજે પણ લોકો દૂષિત પાણી પીવા મજબુર છે જેને લઇ વિવિધ રોગના શિકાર થઇ રહ્યા છે.જેથી સ્વચ્છ પાણીની વ્યવસ્થા જલ્દીથી જલ્દી કરવા માગ કરી છે.

દાનહ, દમણ દીવમાં પીડબ્લ્યુડી,જિલ્લા પંચાયત,શિક્ષણ વિભાગ,વન વિભાગ,સિંચાઈ વિભાગ અને નગરપાલિકા સહિત અન્ય સરકારી વિભાગોમાં વર્ષોથી કાર્યરત કર્મચારીઓ જેઓનો પગાર ઓછો કરી દેવામાં આવ્યો છે એને પહેલાની જેમ કરવામાં આવે અને કાઢી મુકવામાં આવેલા કર્મચારીઓને પ્રાથમિકતા અપાય તો વિકાસીય અને જનહિતના કાર્યોમાં વેગ આવે તેમ જણાવ્યું હતું.

આ ઉપરાંત માર્ગ મારામતના હજુ ઠેકાણા ન હોવાની રાવ કરી હતી તો દાનહમાં સૌંદર્યકરણના નામે ડિવાઈડર અને સ્ટ્રીટ લાઈટ હટાવી દીધી હતી જેના કારણે ચોમાસામાં લોકોને ઘણી મુસીબતોનો સામનો કરવો પડ્યો ઘણી જગ્યા પર જીવલેણ અકસ્માતો સર્જાયા હોય તત્કાલ હંગામી રાહે પણ સ્ટ્રીટ લાઇટ લગાવવા માગ કરી છે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં પડતર પ્રશ્નો માટે સાંસદે પ્રશાસક અને ગૃહમંત્રી સુધી રજૂઆત કરી છે હવે આ રજૂઆતો ઉકેલાશે કે પછી કાગળ પર રહી જશે તેના પર સૌની મીટ છે.

અન્ય સમાચારો પણ છે...