તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • As The Daily Slots In 18+ Districts Come To An End, It Is Time To Wait For Vaccination, 14 Thousand Were Vaccinated In Three Days.

વેક્સિનેશન:જિલ્લામાં 18+માં દૈનિક સ્લોટ પૂરા થઇ જતાં વેક્સિનેશન માટે રાહ જોવાની નોબત, ત્રણ દિવસમાં 14 હજારનું રસીકરણ થયું

વલસાડ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આ ગતિથી તો વર્ષ 2022માં વેક્સિનેશન પૂર્ણ થશે
  • ગામડાઓમાં નેટવર્કનો મોટો પ્રશ્ન હોય પ્રયાસો કરવા છતાં રજિસ્ટ્રેશન થઇ શકતુ ન હોવાની ફરિયાદો, શહેરી યુવાઓમાં ઉત્સાહ

સરકાર દ્વારા 4 જૂનથી 18 પ્લસને અપાઇ રહેલી વેક્સિન માટે ઓનલાઇન વેક્સિન રજિસ્ટ્રેશનમાં ભારે ધસારો જારી રહ્યો છે.જો કે નોંધણી બાદ પણ યુવાનોને રાહ જોવી પડી રહી છે.સરકારે વેબસાઇટ ઉપર ઓનલાઇન રજિસ્ટ્રેશનની સુવિધા આપી છે પરંતુ મોટાભાગે ફિક્સ સ્લોટના કારણે જેનો નંબર લાગી ગયો તેને વેક્સિનનો મેસેજ મળી જાય છે જ્યારે બાકીનાને મેસેજ માટે રાહ જોવાની નોબત આવતા નિરાશા પણ છવાઇ છે.હાલે દૈનિક સ્લોટ મુજબ 3 દિવસમાં જિલ્લામાં 14 હજાર યુવાજૂથને વેક્સિન મળી શકી છે.

કોરોના સામે સુરક્ષિત રહેવા માટે વેક્સિનેશન કરાવવા માટે સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર,આરોગ્ય વિભાગ દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.45 પ્લસનું વેક્સિનેશન ચાલી રહ્યું હતું ત્યારે 18 થી 44 વર્ષની વયજૂથના યુવાનોમાં વેક્સિન ક્યારે મળશે તેની કાગડોળે વાટ જોવાઇ રહી હતી. ગ્રામ્ય વિસ્તારમાં નેટવર્કનો પ્રોબ્લેમ રહેતો હોવાથી રજિ.માં તકલીફ પડી રહી છે.

ગ્રામ્ય વિસ્તારમાં થયેલું વેક્સિનેશન

તાલુકો4 જૂન5 જૂન6 જૂન
ધરમપુર187174188
કપરાડા171160160
કુલ358334348

શહેરી વિસ્તારમાં રસી

તાલુકો4 જૂન5 જૂન6 જૂન
વલસાડ151015101536
પારડી738730743
વાપી112310971128
ઉમરગામ895938954
કુલ426642754361

​​​​​​​

જિલ્લામાં 44 પ્લસમાં 3 દિવસનું વેક્સિનેશન

તાલુકો4 જૂન5 જૂન6 જૂન
વલસાડ151015101536
પારડી738730743
વાપી112310971128
ઉમરગામ895938954
ધરમપુર187174188
કપરાડા171160160
કુલ462446094709

​​​​​​​દૈનિક સ્લોટ પુરા થઇ જતાં મેસેજમાં વિલંબ
18 પ્લસ માટેના દૈનિક વેક્સિન સ્લોટ પુરા થઇ જતાં ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવનારાને તાત્કાલિક મેસેજ મળતાં નથી.જેમાં લગભગ 3 દિવસથી વધુ સમયની રાહ જોવી પડે છે. ધસારાના કારણે સ્લોટ પુરા થઇ જતાં તેમાં વિલંબ થઇ રહ્યો છે.સ્લોટ મળતાં જ પ્રાયોરિટીના ધોરણે નોંધણી કરાવનારને વેક્સિનેશન માટે મેસેજ મોકલી દેવામાં આવે છે.

ઓનલાઇન રજિ.જારી રહેતા ઉમેરો થતો રહે છે
18 થી 44 વર્ષના યુવક યુવતીઓ,મહિલા યુવાનો સતત મોબાઇલ ઉપર ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે બીઝી રહેતા જોવા મળી રહ્યા છે. વેબસાઇટ ઉપર સતત ધસારો રહેતા યુવાનો ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે.ઓનલાઇન રજિસ્ટ્રેશન ચાલૂ રહેતા નવી નોંધણીની સંખ્યામાં ઉમેરો થતો રહે છે.

શહેરના કેટલાક લોકો ગામડામાં રજિ. કરાવે છે
વલસાડ જિલ્લાના અંતરિયાળ આદિવાસી વસતી ધરાવતા ધરમપુર અને કપરાડા તાલુકાના ગામડાઓમાં વેક્સિનેશન ઓનલાાઇન રજિસ્ટ્રેશન ઓછું થઇ રહ્યું છે.જેથી ગ્રામ્ય વિસ્તારના તાલુકામાં સ્લોટ ખાલી રહેતા શહેરી વિસ્તારના ઘણા યુવાનો ગામડાઓ રસી કેન્દ્રો પર રજિસ્ટ્રેશન કરાવી વેક્સિન મૂકાવવામાં સફળ થયા છે.ધરમપુર અને કપરાડા તાલુકામાં 3 દિવસમાં માત્ર 400 જેટલા યુવા વયના લોકોનું વેક્સિનેશન થયું છે.

રજિસ્ટ્રેશનમાં નંબર લાગતાં વેક્સિન મૂકાવી
18 પ્લસને વેક્સિન માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન ખુલ્લું મૂકાતાં સતત ટ્રાઇ કરી હતી.નસીબ જોગે રજિસ્ટ્રેશન થઇ જતાં વલસાડમાં વેક્સિન મૂકાવી છે.જેને લઇ આનંદની લાગણી અનુભવાઇ રહી છે.રજિસ્ટ્રેશન થઇ ગયા બાદ મેેસેજ મળી ગયો હતો.કેટલાક મિત્રો હજી ટ્રાય કરી રહ્યા છે.> ધ્રુવ મિસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...