તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:વલસાડ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, જિલ્લામાં આજે નવા 21 કેસ નોંધાયા

વલસાડ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં એક્ટિવ કેસનો આંક 134 પર પહોંચ્યો

વલસાડ જિલ્લામાં કોરોનાના કેસમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આજે નવા 21 કેસ નોંધાતા જિલ્લામાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટિવ કેસનો આંક 1559 પર પહોંચી ચૂક્યો છે. આજે 7 દર્દીઓ સાજા થતા ડીસ્ચાર્જ કરવામા આવ્યા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં 1272 લોકો કોરોનાને માત આપવામા સફળ રહ્યા છે. તો અત્યાર સુધીમાં કુલ 153 જેટલા લોકોના કોરોનાના કારણે મોત નોંધાયા છે.

સંક્રમણ રોકવા આંતરરાજ્ય સરહદ પર સતર્કતા

ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં હાલ કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે ત્યારે ગુજરાત સરકાર એલર્ટ બની છે. મહારાષ્ટ્રને સ્પર્શતી વલસાડ જિલ્લાની બોર્ડર પર આરોગ્ય વિભાગ તરફતી સતર્કતા વધારી દેવામા આવી છે. જિલ્લાની 6 ચેકપોસ્ટ ઉપર જિલ્લા બહારથી આવતા તમામ લોકોનું સ્ક્રીનીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

ડોકટર અને શિક્ષક કોરોના સંક્રમિત થયાજિલ્લામાં આજે જે પોઝિટિવ કેસ નોંધાયા છે તેમાં ડુંગરી માધ્યમિક શાળાના એક શિક્ષક અને એક વિદ્યાર્થીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. શાળાને સેનેટાઈઝ કરીને 9 દિવસ માટે બંધ કરી દેવામા આવી છે. તો જિલ્લામાં સિવિલ હોસ્પિટલના અને એક ખાનગી હોસ્પિટલના તબીબ પણ કોરોના સંક્રમિત થયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો