આગ:વાપી GIDCમાં આવેલી આર્યન પેપર મિલમાં વેસ્ટ પેપરના જથ્થામાં આગ લાગી, કોઈ જાનહાનિ નહીં

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગ લાગ્યા બાદ ફાયર વિભાગે ગણતરી ની મિનિટો માં આગ પર મેળવ્યો કાબુ

વલસાડ જિલ્લાના વાપી GIDC ખાતે આવેલી આર્યન પેપર મિલમાં પેપર વેસ્ટના ઢગલામાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. જેને લઈને કંપનીમાં ફરજ બજાવતા કામદારોમાં દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ વાપી ફાયર વિભાગની ટીમને થતા તાત્કાલિક આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. આગ શોક સર્કિટને કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવી રહ્યા છે.

વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં આવેલી વાપી GIDCમાં મંગળવારે આર્યન પેપર મિલમાંથી ધુમાળો નીકળતા જોઈને આજુબાજુમાં આવેલી કંપનીના કામદારોએ આર્યર પેપર મિલન કામદારોને ઘટનાની જાણ કરી હતી. આર્યન પેપર મિલ આગળ પેપર વેસ્ટના ઢગલામાં આગ લાગી હોવાની જાણ થતાં કંપનીના કામદારોમાં દોડધામ મચી ગઇ હતી. ઘટના અંગે વાપી ફાયર બ્રિગેડને જાણ થતાં વાપી GIDC ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી પેપર વેસ્ટના ઢગલા ઉપર લાગેલી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. પેપર વેસ્ટના ઢગલા ઉપર શોકસર્કિટ થવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ ફાયર ફાઈટરોની જવાનો લગાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...