• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Arvind Patel, The BJP Candidate For Dharampur Seat Held A Grand Rally With A Show Of Strength And Filled The Nomination Form

ચૂંટણીનું કાઉન્ટ ડાઉન:ધરમપુર બેઠકના ભાજપના ઉમેદવાર અરવિંદ પટેલે શક્તિ પ્રદર્શન સાથે ભવ્ય રેલી યોજી ઉમેદવારી ફોર્મ ભર્યું

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લાની ધરમપુર વિધાનસભા બેઠકના ઉમેદવાર અરવિંદ પટેલે ભવ્ય રેલી યોજીને ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ બેઠક પર BJPના વર્તમાન ધારાસભ્યને ફરી એક વખત રિપિટ કરવામાં આવ્યાં છે. ઉમેદવાર અરવિંદ પટેલે ધરમપુર શહેરના સમળી ચોકથી પ્રાંત અધિકારીની કચેરી સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે રેલી સ્વરૂપે પ્રાંત અધિકારી સુધી પહોંચી ચૂંટણી અધિકારી સમક્ષ વિધાનસભાની બેઠક ઉપર ઉમેદવારી નોંધાવી હતી.

ભવ્ય સભાને સંબોધી હતી
વલસાડ જિલ્લાની ધરમપુર વિધાનસભા બેઠક ઉપર BJPના ઉમેદવાર અરવિંદ પટેલે આજરોજ ઉમેદવારી નોંધાવી હતી. ધરમપુર શહેરના સમળી ચીક ખાતે એક ભવ્ય સભાને સંબોધી હતી. રાજ્યના નાણાંમંત્રી જીતુભાઇ ચૌધરી, જિલ્લા પ્રમુખ હેમંત કંસારાની અગેવાનીમાં ધરમપુર શહેરમાં શક્તિ પ્રદર્શન સાથે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ધરમપુર વિધાનસભાના ચૂંટણી અધિકારીને ધરમપુર બેઠક ઉપરથી અરવિંદ પટેલે ઉમેદવારી નોંધાવી હતી.

અપક્ષ ઉમેદવાર તરીકે કલ્પેશ પટેલે ફોર્મ ભર્યું
ધરમપુર વિધાનસભા બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર તરીકે કલ્પેશ પટેલે ઉમેદવારી નોંધાવી હતી. આદિવાસી સમાજના આગેવાન કલ્પેશ પટેલ સૂચિત ડેમ હટાઓના વિરોધ દરમિયાન આગવી છબી તરીકે ઉભરી આવ્યો હતો. ગત 6ઠ્ઠી નવેમ્બરે કોંગ્રેસમાં જોડાયા હતા અને કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા કલ્પેશ પટેલને ધરમપુર વિધાનસભાની બેઠકની ઉમેદવાર તરીકે જાહેર કરવાની ખાતરી આપી હતી.

જોકે, કલ્પેશ પટેલની જગ્યાએ અન્ય ઉમેદવાર જાહેર કરતા આજે કલ્પેશ પટેલે આદિવાસી સમાજના લોકો સાથે ધરમપુર વિધાનસભા બેઠક ઉપર ઉમેદવારી નોંધાવી હતી. ધરમપુર વિધાનસભા બેઠક ઉપર આદિવાસી યુવાન કલ્પેશ પટેલે જીતનો દાવો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...