તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:વલસાડ સ્વામિનારાયણ મંદિર ખાતે કલાત્મક રંગોળી અને અન્નકૂટના હરિ ભક્તોએ દર્શન કર્યા

વલસાડ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
51 વસ્તુઓ તૈયાર કરીને અન્નકૂટ દર્શન હરિ ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવ્યા. - Divya Bhaskar
51 વસ્તુઓ તૈયાર કરીને અન્નકૂટ દર્શન હરિ ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવ્યા.
  • હરિ ભક્તોને સંક્રમણથી બચાવવા સોશિયલ મીડિયા પર લાઈવ દર્શનની વ્યવસ્થા કરાઈ

વલસાડ તિથલ સ્વામિનારાયણ મંદિરે નૂતન વર્ષ નિમિત્તે દર વર્ષે મંદિરના સંતો અને હરિ ભક્તો દ્વારા કલાત્મક રંગોળી અને અન્નકૂટ ભગવાનને ધરાવવામાં આવે છે. ચાલુ વર્ષે કોરોના મહામારી વચ્ચે કોવિડના તમામ નિયમોનું પાલન કરીને માત્ર 51 વસ્તુઓ તૈયાર કરીને અન્નકૂટ દર્શન હરિ ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા.

અન્નકૂટના દર્શન કરી હરિ ભક્તો ગદગદિત થયા.
અન્નકૂટના દર્શન કરી હરિ ભક્તો ગદગદિત થયા.

હરિ ભક્તોની ભીડ ઓછી થાય તે માટે ઓનલાઈન વ્યવસ્થા
વલસાડ સ્વામિનારાયણ મંદિરે હરિ ભક્તોની ભીડ ઓછી થાય અને હરિ ભક્તોને સંક્રમણથી બચાવવા સોશિયલ મીડિયા પર લાઈવ દર્શન કરાવવાની વ્યવસ્થા પણ મંદિર સંચાલકો દ્વારા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં દૂર દૂરથી આવતા હરિ ભક્તોને ઓનલાઇન દર્શન કરવા જણાવ્યું હતું. હરિ ભક્તોએ ઠાકોરજીના ઓનલાઇન દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

મોટી સંખ્યામાં દૂર દૂરથી આવતા હરિ ભક્તોને ઓનલાઇન દર્શન કરવા જણાવ્યું.
મોટી સંખ્યામાં દૂર દૂરથી આવતા હરિ ભક્તોને ઓનલાઇન દર્શન કરવા જણાવ્યું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો