હોમગાર્ડ જવાનને ગાળો આપવી ભારે પડી:વલસાડ સ્ટેડિયમ રોડ ઉપર રામરોટી ચોક પાસે ફરજ બજાવતા હોમગાર્ડ પર રોફ જમાવનાર શખ્સની ધરપકડ

વલસાડ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેડિયમ રોડ ઉપરથી પસાર થવાના મુદ્દે વાહન ચાલકે હોમગાર્ડ જવાનો અને પોલીસ જવાનોને ગાળો આપી હતી
  • રવિવારીમાં પત્ની સાથે જવા માટે પોલીસ જવાન સાથે ઝઘડો કર્યો હતો
  • જિલ્લા પંચાયતની તિજોરી શાખામાં કોન્ટ્રકટ બેઝ ઉપર ફરજ બજાવે છે.

વલસાડના સ્ટેડિયમ રોડ ઉપર દર રવિવારે નો વ્હિકલ ઝોન હોવાથી પોલીસ જવાનો અને મહિલા હોમગાર્ડ જવાન રામ રોટી ચોક ઉપરથી સ્ટેડિયમ રોડ તરફ જતા વાહનોને અટકાવી રહ્યા હતા. પોલીસ જવાનોએ બેરીકેટિંગ પણ કરી દીધું હતું. એક બાઈક ચાલક સ્ટેડિયમ રોડ ઉપર બાઈક સાથે જવાની જીદ ઉપર અડીને મહિલા પોલીસ જવાનોને ગાળો ભાંડી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. ઘટના અંગે મહિલા પોલીસ જવાનોએ સીટી પોલીસ મથકે ઘટનાની જાણ કરી હતી. ઘટનાની જાણ પોલીસ જવાનોને થતા રામરોટી ચોક અને સ્ટેડિયમ રોડ ઉપર પોલીસ જવાનોએ બાઈક ચાલકની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે મહિલા પોલીસકર્મીની ફરિયાદ નોંધી હતી અને બાઈક નંબરના આધારે યુવકની શોધખોળ કરી આરોપી યુવકની ધરપકડ કરવામાં આવી હતી.

મહિલા હોમગાર્ડ જવાનોને ગાળો ભાંડી હતી
વલસાડ શહેરના સ્ટેડિયમ રોડ ઉપર ભરાતી રવિવારી બજારમાં.લોકોની સુરક્ષાને.ધ્યાને રાખીને નો વ્હિકલ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જેને લઈને સીટી પોલીસમાંથી હોમગાર્ડ અને પોલીસ જવાનોને ટ્રાફિકના નિયમન માટે તૈનાત કરવામાં આવ્યા હતા. વલસાડ શહેરના સ્ટેડિયમ રોડ ઉપર રવિવારી બજાર માટે પોલીસ જવાનોએ વાહન વ્યવહાર અટકાવવા બેરીકેટ લગાવ્યા હતા. જે દરમિયાન મોપેડ ન. GJ-15-DN-4460ના ચાલકે રામરોટી ચોક પાસેથી સ્ટેડિયમ રોડ ઉપર જવા માટે પોલીસ જવાનોને દાદાગીરી પૂર્વક બેરીકેટિંગ ખોલવા અને પોતાની મોપેડ અંદર લઈ જવાના મુદ્દે બોલાચાલી કરવા લાગ્યો હતો. મોપેડ ચાલક અક્ષય ધનસુખભાઈ પટેલ બોલચાલ કરવા લાગ્યો હતો. જે દરમ્યાન અક્ષય પટેલે મહિલા પોલીસ જવાનો ઉપર એકદમ ઉગ્ર થઈને ગંદી ગાળો આપવા લાગ્યો હતો.

મહિલા હોમગાર્ડ જવાનની ફરિયાદના આધારે કાર્યવાહી
ઘટના અંગે મહિલા પોલીસ જવાન અને હોમગાર્ડના જવાનોએ મોપેડ ચાલક અક્ષયને શાંતિથી વાત કરવા તેમજ ગાળો ન બોલવા સૂચના આપી હોવા છત્તા મોપેડ ચાલક અક્ષય પટેલે મહિલા હોમગાર્ડ જવાન સાથે અભદ્ર વર્તન કરી જતો રહ્યો હતો. ઘટના અંગે સીટી પોલીસ મથકે મહિલા પોલીસ જવાને અક્ષય પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મોપેડ નંબરના આધારે યુવકને ચણવઇ તેના ઘરેથી ઝડપી કાઢ્યો હતો. વલસાડ સીટી પોલીસે યુવકની પ્રાથમિક પૂછપરછ કરી આગળની તપાસ હાથ ધરી છે.

અક્ષય પટેલ જિલ્લા પંચાયતમાં કોન્ટ્રાક્ટ બેઝમાં નોકરી કરે છે
વલસાડના ચણવઇ ખાતે રહેતો યુવક તેની પત્ની સાથે સ્ટેડિયમ રોડ ઉપર રવિવારી બજારમાં ખરીદી કરવા આવ્યો હતો. બેરીકેટિંગ જોઈને અક્ષયે બેરીકેટીંગ ખોલવા જણાવ્યું હતું. મહિલા પોલીસ જવાનોએ બેરીકેટિંગ ન ખોલ જણાવી મોપેડ ચાલકને મોપેડ પાર્કિંગમાં મૂકી ચાલતા રવિવારી બજારમાં જવા સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...