તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:વલસાડ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે 300 બેડની વ્યવસ્થા, હાલ 74 દર્દી સિવિલમાં સારવાર હેઠળ

વલસાડ16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સિવિલ હોસ્પિટલમાં 34 ICU બેડ ઉપલબ્ધ

વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણ બીજા ફેઝમાં ચાલી રહ્યું છે. વલસાડ સિવિલ હોસ્પિટલમાં હાલ કોરોનાના દર્દીઓ માટે પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા કરવામાં આવી રહી છે. હાલ સિવિલ હોસ્પિટલમાં 300 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જે પૈકી 34 બેડ ICUમાં કોરોના દર્દીઓ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. કોવિડ વોર્ડમાં પૂરતા પ્રમાણમાં વેન્ટીલેટરની વ્યવસ્થા કરવામાં આવી છે. આઇસોલેશન વોર્ડમાં તબીબી સ્ટાફ પણ પૂરતા પ્રમાણમાં ફાળવવામાં આવ્યો છે.

હાલ વલસાડ સિવિલ હોસ્પિટલમાં હાલ 120 બેડ પૈકી 74 બેડ પર દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. કોવિડ વોર્ડની OPD માટે અલાયદી વ્યવસ્થા સિવિલ હોસ્પિટલ ખાતે તૈયાર કરવામાં આવી છે.

હાલ જિલ્લામાં કોરોનાના કેસો વધી રહ્યા છે. લોકોમાં કોરોના સામે ભયમુક્ત રીતે ફરી રહ્યા છે. જે ચિંતાનો વિષય બની રહ્યો છે. ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે જિલ્લામાં લોકોએ કોરોના સામે ભયમુક્ત વર્તવારણમાં ફરતા અને કોવિડની ગાઈડલાઈનનો ભંગ કરતા વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યા છે.

સિવિલ હોસ્પિટલની નવી બિલ્ડિંગમાં 6ઠા મળે કોવિડ વોર્ડ બનાવવામાં આવ્યો છે. તેમાં કોવિડ સંક્રમિત દર્દીઓને દાખલ કરવામાં આવી રહ્યા છે. લોકોએ યોગ્ય રીતે ફેસ માસ્ક પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સ, વારંવાર હેન્ડ સેનેટાઇઝ કરવા વગેરે કોવિડના તમામ નિયમોનું ચુસ્ત પાલન કરવા સિવિલ સર્જને અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો