ચમત્કારિક બચાવ:મુંબઈથી અમદાવાદ આવી રહેલા આર્મીમેનના પરિવારને વાપી પાસે અકસ્માત નડ્યો, ટ્રકનું ટાયર ફાટતા કારને અડફેટે લીધી

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રકનું ટાયર ફાટતા ટ્રક સામેની લેનમાં ઘૂસી ગયો

વલસાડ જિલ્લાના વાપી ઓવરબ્રીજ પાસે આજે એક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો.

મુંબઈથી અમદાવાદ તરફ આર્મીમેન તેમના પરિવાર સાથે અમદાવાદ તરફ જઈ રહ્યા હતા. જે દરમ્યાન વાપી ઓવરબ્રિજ પાસે એક ટ્રકનું ટાયર ફાટતા તે બાજુની લેન પર ચાલી રહેલા ટ્રક સાથે અથડાયો હતો. બંને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયા બાદ એક ટ્રક રોડ પર દોડી રહેલી એક આર્મીમેનની કાર સાથે અથડાતા કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે કારમાં સવાર લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો.

અકસ્માતની ઘટનાને લઈને રસ્તો મુંબઈ સુરત હાઉવે બ્લોક થઈ ગયો હતો. આર્મીમેનની પત્નીએ હાઇવે ઉપર ટ્રક ચલાકનો કોલર પકડી બેદરકારીપૂર્વક ટ્રક ચલાવવા બદલ ટ્રકચાલકને ખંખેરી કાઢ્યો હતો. લોકોએ વચ્ચે પડી સમાધાન કરાવતા છેવટે સમાધાન થયું હતું. આ મામલે કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.

અન્ય સમાચારો પણ છે...