તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંજૂરી:જિલ્લામાં 57.44 કરોડના ખર્ચે પાણીની 94 યોજનાને મંજૂરી

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વલસાડમાં 33240 નળ કનેક્શનોની સુવિધા અપાશે, કામ સમયમર્યાદામાં પૂરાં કરવા કલેકટરની તાકીદ

વલસાડ જિલ્લામાં 6 તાલુકાઓના અંતરિયાળ વિસ્તારો સહિત પીવાના પાણીની સમસ્યા દૂર કરવા માટે 57.44 કરોડની 94 યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે.આ તમામ ગામોમાં જલ જીવન મિશન હેઠળ પાણીની સુવિધા પૂરી પાડવામાં આવશે.કલેકટરે આ યોજનાના કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા પાણી પુરવઠા અધિકારીઓને સૂચના આપી છે.

વલસાડ કલેકટર કચેરી ખાતે જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં કલેક્‍ટર આર.આર.રાવલે ઓગમેન્‍ટેશન ટેપ કનેક્‍ટિવીટી ઇન રૂરલ એરિયા કાર્યક્રમ હેઠળ મંજૂર થયેલી યોજનાઓ તેમજ રૂરલ વોટર સપ્‍લાય નલ સે જલ કાર્યક્રમ હેઠળની યોજનાના કામો સમયસર પૂર્ણ કરવા અને યોગ્‍ય સુપરવિઝન અને કવોલિટી પણ ચેક કરવા અધિકારીઓને સૂચના આપી છે.જળ અને સ્‍વચ્‍છતા સમિતિના યુનિટ મેનેજર કે.કે.પટેલે જણાવ્‍યું કે, આ વર્ષનાં આયોજનમાં સમાવિષ્‍ટ વાસ્‍મોનાં કાર્યક્રમો અંતર્ગત જલ જીવન મિશન (નલ સે જલ) કાર્યક્રમ અંતર્ગત કુલ 94 ગામોને આવરી લેતી રૂ.46.93 કરોડના ખર્ચની 88 યોજનાઓ અને વાસ્‍મોને શરતી મંજુરી અર્થે મોકલાવેલી રૂ.10.49 કરોડના 6 યોજનાઓ મળી કુલ રૂા.57.44 કરોડની 94 યોજનાઓ સમિતિમાં આજે મંજૂરી માટે રજૂ કરવામાં આવી હતી.

આ યોજનાઓમાં ખૂટતા ઘટકો ઉમેરી 33240 ઘર કનેકશન આવરી લેવામાં આવ્‍યા છે. સમિતિ દ્વારા અગાઉ મંજુર કરાયેલી યોજનાઓ પૈકી 324 યોજનાઓના કામો પ્રગતિ હેઠળ છે, જે પૂર્ણતાના આરે છે, તેમજ 151 યોજનાઓના ટેન્‍ડર મંજૂરી હેઠળ છે, જ્‍યારે 2 યોજનાઓનું રીટેન્‍ડર કરવામાં આવ્‍યું હોવાનું જણાવ્‍યું હતું.જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, પ્રાયોજના વહીવટદાર બી.કે.વસાવા, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્‍યવસ્‍થા બોર્ડ તેમજ સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...