બેઠક સફળ:વલસાડ નગરપાલિકાના 9 કરોડના વિજ બિલના વન ટાઇમ સેટલમેન્ટની મંજૂરી

વલસાડ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • CM, મંત્રી, GUDC, મ્યુ.ફા.બોર્ડ, વિજ કંપની સાથેની બેઠક સફળ

મોટા દેવામાં ડુબેલી વલસાડ નગરપાલિકાના છેલ્લા 30 વર્ષથી વોટરવર્કસના વ્યાજ દંડ સાથે રૂ.9 કરોડના જંગી વિજબિલમાંથી મુક્તિ અપાવવા કરાયેલી રજૂઆતનો સફળ પડઘો પડ્યો છે.ઓક્ટોબરથી જ નાણાં અને ઉર્જા,પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઇએ રાજ્યકક્ષાના ઉર્જામંત્રી મુકેશ પટેલ,ફાઇનાન્સ બોર્ડ,જીયુડીસી તથા ડીજીવીસીએલના અધિકારીઓ સાથે મેરેથોન બેઠકો યોજી હતી.

જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હકારાત્મક અભિગમને લઇ આ પ્રશ્નના નિકાલ માટે આખરે વન ટાઇમ સેટલમેન્ટના પ્રયત્નો હાથ ધર્યા બાદ હવે વલસાડ પાલિકાના રૂ.9 કરોડના વિજબિલ સહિત રાજ્યની આવી અ્ન્ય બોજાવાળી પાલિકાઓને રાહત માટે કુલ રૂ.130 કરોડના વન ટાઇમ સેટલમેન્ટને નાણાંમંત્રીએ લીલીઝંડી આપી છે.

સરકારના લોકાભિમુખ અભિગમથી નિર્ણય
વલસાડ પાલિકાના વોટર વર્કસના રૂ.9 કરોડના વિજબિલ સહિત રાજ્યની આવી પાલિકાઓ માટે રૂ.130 કરોડનું વન ટાઇમ સેટલમેન્ટ કરાયું છે.જે જીયુડીસી દ્વારા સેટલ થશે.જે થકી વલસાડ પાલિકાને મોટો ફાયદો થશે.- કનુભાઇ દેસાઇ, કેબિનેટ મંત્રી, નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ

વિજ બિલનું સેટલમેન્ટ થતાં મોટી રાહત
વિજબિલને માફ કરવા નાણાં,ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઇને હવાલો સોંપાતા રજૂઆતો કરી હતી.કનુભાઇના પ્રયત્નો થકી પાલિકા સહિત રાજ્યની દેવાવાળી અન્ય પાલિકાઓને બોજમુક્ત કરવા કુલ રૂ.130 કરોડનું સેટલમેન્ટ થતા રાહત મળી છે. - સોનલ સોલંકી, પૂર્વ પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...