તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલિકા જાગી:વલસાડમાં ફરિયાદોના નિકાલ માટે વોર્ડ વાર કર્મીની નિયુક્તિ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફરિયાદોના નિકાલ માટે સ્થાનિક સભ્યો પણ સંકલનમાં
  • દરેક વોર્ડમાં ફરિયાદો એકત્ર કરી સરવે કરવા આદેશ

વલસાડ શહેરમાં પાલિકાના 11 વોર્ડ વિસ્તારમાં ઉદ‌ભવતી ફરિયાદો હવે સ્થળ પહોંચીને એકત્રિત કરી તેનો ઝડપી નિકાલ લાવવા ચીફ ઓફિસરે પાલિકામાં એપ્રેન્ટિસ તરીકે ફરજ બજાવતા 11 કર્મચારીઓની ટીમની રચના કરી છે.આ કર્મચારીઓને વોર્ડવાર નિયૂક્ત કરી ફરિયાદો એકત્ર કરવા સરવે હાથ ધરવાનો આદેશ કરાયો છે.પાલિકામાં પ્રથમવાર આ અભિયાન શરૂ કરવા માટે સીઓએ કર્મચારીઓને જવાબદારી સોંપી છે. વલસાડ શહેરના કોટ વિસ્તાર અને મોગરાવાડી તથા અબ્રામા ઝોનમાં હાલમાં શહેરીજનોની ફરિયાદો ખુદ અરજદારો દ્વારા કરવાની કાર્યપધ્ધતિ અમલમાં છે.

આ ફરિયાદોના નિકાલ માટે સંબંધિત જે તે શાખાઓના અધિકારીઓ અને કર્મચારીઓની જવાબદારી રહેવા છતાં સમયસર તેના નિરાકરણ માટે અરજદારોને આંટાફેરા મારવાનો વારો આવે છે.જેના પગલે પાલિકા સામે રોષ ઉભો થાય છે.આ મુદ્દે સામાન્ય સભામાં વિપક્ષ નેતા ગીરીશભાઇ દેસાઇ, ઝાકીર પઠાણ સહિત સભ્યોએ પાલિકાના એપ્રેન્ટિસ કર્મચારીઓને આ કામગીરીમાં જોતરી ઝડપી નિકાલ લાવવા મુદ્દો ઉઠાવ્યો હતો.વલસાડ નગરપાલિકા હદમાં આવી ફરિયાદોનો સ્થળ ઉપર પહોંચી સરવે કરવા માટે ચીફ ઓફિસર જે.યુ.વસાવાએ નવું અભિયાન હાથ ધરવા નિર્ણય લીધો છે.

આ પ્રશ્નોની ફરિયાદો સરવેમાં એકત્ર કરાશે
પાલિકાના 11 વોર્ડ વિસ્તારોની ફરિયાદોમાં સફાઇ,સ્ટ્રીટ લાઇટ,પાણી અને ડ્રેનેજનો સમાવેશ કરવામાં આવ્યો છે.પ્રાથમિક સુવિધાના આ મુખ્ય અને રોજબરોજ ઉદભવતી સમસ્યાના ઉકેલ માટે આરોગ્ય શાખા,ડ્રેનેજ શાખા અને સ્ટ્રીટલાઇટ શાખાને ફરિયાદો સુપરત કરવામાં આવશે.આ પ્રક્રિયા દરરોજ હાથ ધરવામાં આવશે.જેને વોર્ડવાર ઉકેલવા પાલિકા પ્રયાસ કરશે.

કર્મીઓના સરવેમાં વોર્ડ સભ્યોને સાથે રખાશે
ચીફ ઓફિસરે જે વોર્ડમાં જે તે કર્મચારીને વોર્ડના રહીશોની ફરિયાદો એકત્રિત કરવા નિયુક્ત કરાયા છે તેમને વોર્ડ સભ્યોને પણ સંકલનમાં રહેવા તાકીદ કરાઇ છે.એટલે કે જે તે વોર્ડના સભ્યો પણ આ અભિયાનમાં સાંકળી લેવામાં આવ્યા છે.જેને લઇ સભ્યો પણ રહીશોના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં અધિકારીઓ કર્મચારીઓ સાથે સંકલનમાં રહેશે.

આ અધિકારીઓને ફરિયાદ ઉકેલવા તાકીદ
વલસાડમાં પ્રાથમિક સેવાના કામોમાં ઉદભવતી સમસ્યાઓના નિર્મૂલન માટે જે ફરિયાદો આવે તેની વિગતો પાલિકાના ઓફિસ સુપ્રિન્ટન્ડન્ટ,ઇ.ચા.હેડ કલાર્ક,બાંધકામ શાખાના ઇજનેર,વારિગૃહ, એમઓ,મ્યુનિ.હોસ્પિટલ,ટેક્સ સુપ્રિન્ટન્ડન્ટ,અબ્રામા ઝોન અને મોગરાવાડી ઝોન અધકારીઓ સમક્ષ રજૂ કરાશે.જેના નિકાલ માટે અધિકારીઓને સૂચના અપાઇ છે.

કયા વોર્ડના કયા કર્મચારીઓને જવાબદારી

વિસ્તારકર્મચારીનું નામ
વોર્ડ નં.1

આનંદ પ્રવિણભાઇ પટેલ

વોર્ડ નં.2

રેનિક રાજેશકુમાર પટેલ

વોર્ડ નં.3

જય ઇશ્વરભાઇ ભરૂચા

વોર્ડ નં.4

સાગર અરૂણભાઇ પટેલ

વોર્ડ નં.5ઉર્મી દક્ષેશભાઇ ભટ્ટ
વોર્ડ નં.6

કોમલ રામજીભાઇ ટંડેલ

વિસ્તારકર્મચારીનું નામ
વોર્ડ નં.7

દિનલ સતિષભાઇ પટેલ

વોર્ડ નં.8

શ્રેષ્ઠા પ્રકાશભાઇ ટંડેલ

વોર્ડ નં.9

વિવેક શૈલેષસિંહ રાવત

વોર્ડ નં.10

ધારા પ્રતાપસિંહ ઠાકુર

વોર્ડ નં.11

ચિંતન ઉદયભાઇ પટેલ

અન્ય સમાચારો પણ છે...