જિલ્લામાં માટે ઐતિહાસિક ક્ષણ:વલસાડના જમશેદજી પારડીવાલાની સુપ્રિમ કોર્ટના જજ તરીકે નિયુક્તી

વલસાડ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પારસી પરિવારના ફરજંદ પારડીવાલાની નિયુક્તિ થતાં રાજયના ન્યાય ક્ષેત્ર ખુશીનો માહોલ

ગુજરાત વિધાનસભાના પૂર્વ સ્પીકર અને વલસાડના નામાંકિત ધારાશાસ્ત્રી સ્વ.બરજોરજી પારડીવાલાના સુપૂત્ર,ગુજરાત હાઇકોર્ટના જમશેદજી પારડીવાલાની ભારત સરકારે સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડિયાના જજ તરીકે નિયુક્તિ કરતાં સમગ્ર દેશમાં વલસાડનું નામ રોશન થયું છે.

વલસાડ શહેરના શહીદ ચોકમાં મૂળ નિવાસ સ્થાન ધરાવતા પારસી પરિવારના ફરજંદ અને ગુજરાત હાઇકોર્ટના જજ જમશેદજી પારડીવાલાની સુપ્રિમ કોર્ટના જજ તરીકે ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા એન.વી.રામના અને અન્ય સભ્ય જસ્ટીસો યુ.યુ.લલિત,એએમ ખાનવિલકર,ડી.વાય,ચંદ્રચુડ અને એલ.નાગેશ્વર રાવ દ્વારા કાર્યરત કોલેજિયમ દ્વારા ભારત સરકારને ભલામણ કરાઇ હતી.જેના પગલે ભારતના રાષ્ટ્રપતિએ ગુજરાત હાઇકોર્ટના જજ જમશેદજી પારડીવાલાનું સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડિયાના જજ તરીકે નામ સૂચવતુ નોટિફિકેશન બહાર પાડ્યું હતું.

જસ્ટીસ પારડીવાલાનો જન્મ 12 ઓગષ્ટ,1965ના રોજ મુંબઇમાં થયો હતો.તેમણે 1985માં વલસાડની જે પી શ્રોફ આર્ટસ કોલેજમાં સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી હતી.અહીં શાહ કેએમ લો કોલેજમાં 1988ની સાલમાં લો ડિગ્રી મેળ‌વી હતી.તેમના પિતા ધારાશાસ્ત્રી બરજોરજી કાવસજી પારડીવાલા 1955માં વલસાડ બાર કાઉન્સિલમાં જોડાયા હતા.તેઓ 1989થી 1990 સુધી ગુજરાત વિધાનસભાના 7માં સ્પીકર તરીકે નિયુક્ત કરાયા હતા.

તેઓ 1994થી 2000 સુધી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર રહ્યા હતા અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ડિસિપ્લીનરી કમિટીના મેમ્બર પણ હતા.લીગલ વ્યવસાયમાં બહોળો અનુભવ ધરાવતા જમશેદજી પારડીવાલા 2002માં ગુજરાત હાઇકોર્ટના સ્ટેન્ડિંગ કાઉન્સેલ અને અન્ય કોર્ટના કાઉન્સેલ રહી ચૂક્યા હતા.2011 ફેબ્રુઆરીમાં તેઓ ગુજરાત હાઇકોર્ટના એડિશનલ જજ અને બાદમાં 28 જાન્યુઆરી 2013માં ગુજરાત હાઇકોર્ટના જજ બન્યા હતા.

જસ્ટિસ જમશેદજી સુપ્રિમ કોર્ટના જજ નિમાતા ગૌરવપૂર્ણ ઘટના
વલસાડના મૂળ વતની જમશેદજી પારડીવાલાની સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડિયાના જજ તરીકે ગૌરવપૂર્ણ નિયુક્તિ સમગ્ર ગુજરાત અને વલસાડના નગરજનો અને વકીલ આલમ માટે આ અત્યંત ગૌરવપ્રદ અને મોટું સન્માન છે.સમગ્ર પારડીવાલા પરિવારનું 1894થી કાયદાકીય ક્ષેત્રે ખુબ મોટું યોગદાન રહ્યું છે.પારસી જ્ઞાતિ માટે પણ આ ખુબ જ ગૌરવ અને આનંદની બાબત છે. > ઐયાઝ શેખ,ધારાશાસ્ત્રી,વલસાડ

ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) બનવાની પૂર્વ કવાયત
જમશેદજી પારડીવાલા સુપ્રિમ કોર્ટના જજ નિમાવાની આ મહત્વની સિધ્ધિ બાદ 2 વર્ષની મુદ્દતના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) બનવાની પૂર્વ કવાયત તરીકે જોવાઇ રહી છે.મે 2028માં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જસ્ટીસ પી.એસ.નરસિમ્હાના રિટાયરમેન્ટ બાદ આ કળશ જમશેદજી પારડીવાલાના માથે મૂકાશે તેવું લીગલ આલમમાં જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...