ચૂંટણી:જિલ્લાની 5 વિધાનસભા બેઠક દીઠ ઉમેદવારી પત્રો માટે અધિકારી નિમાયા

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમેદવારી પત્રો રજૂ કરવાની છેલ્લી તારીખ 14 નવેમ્બર-2022

વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમ મુજબ 5 નવેમ્બરે નોટિફિકેશન પ્રસિધ્ધ કરવાની તારીખ સાથે જ ચૂંટણી તંત્ર દ્વારા 5 વિધાનસભા મત વિભાગો પૈકી વિભાગ દીઠ 5 ચૂંટણી અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. ઉમેદવારી પત્રો રજૂ કરવા માટે છેલ્લી તારીખ 14 નવેમ્બર હોવાથી રાજકીય પક્ષોમાં ઉમેદવારો જાહેર કરવાની કવાયત જારી રહી છે.

વલસાડ જિલ્લામાં રાજકીય પક્ષો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી દ્વારા જિલ્લાની વિધાનસભાની વલસાડ,પારડી,ધરમપુર,ઉમરગામ અને કપરાડા મળી બેઠક દીઠ તમામ કુલ 5 મતદાર વિભાગ માટે ચૂંટણી અધિકારીઓની જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા અગ્રે દ્વારા નિયુક્તિ કરવામાં આવી છે.

ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગી માટે વ્યસ્ત છેે ત્યારે ચૂંટણીના કાર્યક્રમ મુજબ ઉમેદવારી પત્રો રજૂ કરવા માટેની છેલ્લી તારીખ 14 નવેમ્બર હોવાથી તૈયારીઓ પુરજોશમાં થઇ રહી છે.ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખને ધ્યાને લેતા વચ્ચે 9 દિવસનો ગાળો છે આગામી દિવસોમાં નામો જાહેર થશે.

બે દિવસમાં એક પણ ફોર્મ ન ભરાયું
{ઉમેદવારી પત્રો રજૂ કરવાની છેલ્લી તારીખ- 14 નવેમ્બર 2022 {ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ- 15 નવેમ્બર 2022 {ઉમેદવારી પરત ખેંચવાની તારીખ- 17 નવેમ્બર 2022 {મતદાનની તારીખ- 1 ડિસેમ્બર 2022 {મતગણતરીની તારીખ- 8 ડિસેમ્બર 2022 {ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની તારીખ- 10 ડિસેમ્બર 2022
કયા વિભાગમાં કયા ચૂંટણી અધિકારીઓ
વિધાનસભા મતદાર વિભાગ ચૂંટણી અધિકારી
178-ધરમપુર પ્રાંત અધિકારી,ધરમપુર
179-વલસાડ પ્રાંત અધિકારી,વલસાડ
180-પારડી આયોજનસહ ટીડીઓ,પારડી
181-કપરાડા જિ.પુરવઠા અધિકારી,વલસાડ
182-ઉમરગામ પ્રાંત અધિકારી,પારડી

અન્ય સમાચારો પણ છે...