તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:વાપીમાં રવિવારે ધંધા માટે મંજૂરી આપવા કલેકટરને આવેદન આપ્યું

વલસાડ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિવારનું ભરણપોષણ ન થતાં મદદની ઘા નાખી

વાપીમાં રવિવારે ધંધો વ્યવસાય કરવા દેવામાં ન આવતાં પાથરણાં‌વાળાને ભરણપોષણના ફાંફા મારવાનો વારો આવ્યો છે.કોવિડના કારણે છેલ્લા પોણા બે વર્ષથી બેરોજગાર બનેલા પાથરણાવાળાઓએ કલેકટર સમક્ષ રવિવારે વાપીમાં ધંધો કરવા દેવા મંજૂરી માટે આવેદન આપી મદદની ઘા નાંખી છે.

વાપીના પાથરણાંવાળાએ આવેદનમાં કરેલી અરજ મુજબ વાપીની કુમાર શાળાના મેદાનમાં બેસી બજાર ફી ભરીને ધંધો કરવા મંજૂરી માગી છે.કોરોના મહામારીમાં કુટુંબનું ગુજરાન ચલાવવા કોઇ અન્ય રોજગાર નથી.અગાઉ ધંધા માટે લોન મેળવી માલ ખરીદ્યો હતો,પરંતું કોરાનાકાળમાં ધંધો બંધ થઇ જતાં મુદ્દલ અને વ્યાજની રકમ ભરપાઇ કરી શકાતી નથી.20 વર્ષથી ગુમાસ્તાધારા મુજબ દૂકાનો અઠવાડિયે 1 દિવસ બંધ રાખવાના નિયમ હિસાબે પાથરણાવાળા તે દિવસે ધંધો કરતા હતા અને અન્ય દૂકાનો બંધ રહેતા બજારમાં ટ્રાફિકની અન્ય દિવસો જેવી સમસ્યા રહેતી નથી,પરંતુ રવિવારે પણ હવે દૂકાનો ચાલૂ રહે છે અને દૂકાનની બહાર પાથરણાના એન્ગલ લગાડી ધંધો કરવામાં આવે છે.રવિવારે દૂકાનો બંધ રાખે તો પાથરણાવાળાના પરિવારોનું ભરણપોષણ થઇ શકે તેેમ છે.

અન્ય સમાચારો પણ છે...