તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:વલસાડ ગુર્જરીનગરી બસને ગુંજન સ્ટોપ આપવા આવેદન

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુસાફર પાસ આપવા પણ ST નિયામકને રજૂઆત

વલસાડથી વાપી વચ્ચે અપડાઉન કરતા મુસાફરોએ વલસાડ ગુર્જરી નગરી બસને ગુંજન ચારરસ્તા ઉપર સ્ટોપ આપવા અને મુસાફર પાસ ઇસ્યુ કરવા માગ કરી છે.તેમણે વિભાગીય નિયામક વલસાડને આવેદન પત્ર આપી રજૂઆત કરી છે.

વલસાડ એસટી વિભાગના નિયામકને રૂબરૂ સુપરત કરાયેલા આવેદનમાં દૈનિક અપડાઉન કરતા મુસાફરોએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક સમયથી મુસાફરો ગુર્જર નગરી, એક્સપ્રેસ બસો તથા લકઝરી બસના પાસ કઢાવી વાપી આવ જા કરી રહ્યા છે.પરંતુ વાપી જતી આ બસો માટે ગુંજનના પાસ આપવાનું બંધ કરી દેવાયું છે.

જે અંગે ઘણી રજૂઆતો છતાં કોઇ ઉકેલ આવ્યો નથી.ગુંજન વાપીનું મુખ્ય જંકશન છે અને 80 ટકા મુસાફરો ગુંજન ચાર રસ્તા ઉપર ઉતરે છે અને ચઢે છે.આ સંજોગો ધ્યાને લઇ મુસાફરોએ ગુંજન ચાર રસ્તાનો સ્ટોપ ઉમેરવા અને ગુર્જર નગરી બસ,એક્સપ્રેસ બસ તથા લકઝરી બસના પાસ ઇસ્યુ કરવા માગ કરી હતી.સાંજના સમયે નિયમિત વાપીથી વલસાડ આવવા માટે બસોની સંખ્યા વધારવા પણ મુસાફરોએ દાદ માગી છે.

અન્ય સમાચારો પણ છે...