જામીન અરજી ફગાવી:વાપીમાં સગીરા પર દુષ્કર્મ અને ગર્ભવતી બનાવવાના ગુનામાં આગોતરા જામીન રદ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વલસાડ કોર્ટે ધરપકડથી બચવાની આગોતરા જામીન અરજી ફગાવી

વલસાડ જિલ્લાના વાપી નજીક એક સગીરાને લગ્નની લાલચ આપી ખુલ્લી એકાંતવાળી જગ્યાએ લઇ જઇ વારંવાર દૂષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર 35 વર્ષીય આરોપીની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી.ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી સ્પે.જજ એમ.આર.શાહે આ હુકમ કર્યો હતો.

વાપી નજીક આવેલા એક વિસ્તારમાં 27 ઓક્ટોબર 2020 પહેલાના છેલ્લા 1 વર્ષથી એક 16 વર્ષીય સગીરાને લગ્નની લાચચ આપી પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી જઇ આરોપી રેહાનખાન મોહમદ આઝમખાન રહે.હલીમનગરના,ડુંગરાનાએ વારંવાર દૂષ્કર્મ ગુજાર્યું હતું. રેહાનનો સાળો કામરાન અબ્દુલુ હુઝેફાખાન રહે.આસ્થા બિલ્ડિંગ,ડુંગરાનાએ રેહાન બોલાવે છે તેમ કહી 2 વાર બળજબરીથી દૂષ્કર્મ ગુજાર્યુ હોવાની અને આરોપીઓએ સગીરાને ગર્ભ‌વતી બનાવવા અંગેની ફરિયાદ સગીરાની માતાએ 4 ડિસેમ્બર 2020ના રોજ ડુંગરા પોલીસ મથકે નોંધાવતા પોલીસે પોક્સો એક્ટ અને અપહરણનો ગુનો બંન્ને આરોપીઓ વિરૂધ્ધ દાખલ કર્યો હતો.

આ કેસમાં પોલીસ ધરપકડથી બચવા રેહાનખાને વલસાડ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન રજૂ કરી હતી,જેની સુનાવણીમાં ડીજીપી અનિલ ત્રિપાઠીએ રજૂ કરેલી દલીલો પોક્સો એક્ટ હેઠળના સ્પે.જજ એમ.આર.શાહે આગોતરા જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...