લોભામણી સ્કીમનો મામલો:કપરાડા આસપાસના વિસ્તારમાં 8 મહિનામાં રોકાણ ડબલ કરવાનું કહી છેતરપિંડીના કેસમાં વધુ એક ઝડપાયો

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં અને આજુબાજુના જિલ્લાઓમાં રહેતી આદિવાસી પ્રજાને ડ્રિમ 900 પ્લાન અને Revenuue stream planના નામે રોકાણના માત્ર 8 માસમાં રૂપિયા ડબલ કરવાની લોભામણી લાલચ આપી છેતરપીંડી કરવાના કેસમાં નાનાપોઢા પોલીસે વધુ એક આરોપીને બાતમીના આધારે તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો. અગાવ આ કેસમાં 7 આરોપીઓ ઝડપાઇ ચુક્યા છે.

વલસાડ જિલ્લાની કપરાડા પોલીની ટીમને મળેલી બાતમીના આધારે કપરાડા અને આજુબાજુના વિસ્તારમાં ડ્રિમ 900 પ્લાન અને Revenuue stream planના નામે છેતરપિંડી આચરવાના ગુનામાં સંડોવાયેલા આરોપી ચંપક મણિલાલ નાયક તેના બાલચોન્ડી ગામ ખાતે આવવાનો હોવાની બાતમી મળી હતી. જેના આધારે કપરાડા પોલીસે આરોપીના ઘર પાસે વોચ ગોઠવી આરોપીને દબોચી કાઢ્યો હતો. આરોપી ચંપક નાયકની પ્રાથમિક પૂછપરછ કરતા કપરાડા અને આજુબાજુના વિસ્તારમાં નોન રજીસ્ટર ફોમના માધ્યમથી ડ્રિમ 900 પ્લાન અને Revenuue stream planમાં રોકાણકારોને રોકાણના માત્ર 8 માસમાં ડબલ વળતર આપવાની લોભામણી લાલચ આપી અલગ અલગ 21 એજન્ટ રાખીને 39,431 રોકાણકારો પાસેથી 2.81 અરબ નું અલગ અલગ તરીખોમાં રોકાણ કરાવ્યું હતું. અને પાકતી મુદ્દતે કેટલાક રોકાણકારોને રૂપિયા પરત આપી શક્યા ન હતા. અત્યાર સુધીમાં 1.72 અરબનું અત્યાર સુધી ચુકવણું કરી દીધું હતું. 88.29 કારોડનું ચુકવણું કરવાનું બાકી હોવાની કબૂલાત કરી હતી.

આ અંગે નાનાપોઢા પોલીસ મથકે FIR નોંધાઇ હોવાનું અને તે કેસમાં વોન્ટેડ હોવાની કબૂલાત કરી હતી. આ કેસમાં અન્ય 7 આરોપીઓ અગાવ નાનાપોઢા પોલીસે ઝડપી નાખ્યા હતા. આરોપી ચંપકે ગુનામાં સંડોવણી હોવાની કબૂલાત કરતા ચંપક નાયકની અટકાયત કરીને આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...