દીપડો પાંજરે પુરાયો:વલસાડના વેલવાચ ગામમાં આઠ દિવસમાં બીજો દીપડો ઝડપાયો પશુપાલકો અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો

વલસાડ14 દિવસ પહેલા
  • એક દીપડો ઝડપાયા બાદ બીજો દીપડો દેખાતા વન વિભાગે પાંજરું ગોઠવ્યું હતું

વલસાડ તાલુકાના વેલવાચ ગામે આઠ દિવસમાં બીજો દીપડો પાંજરે પુરાતા ગ્રામજનો અને પશુપાલકોએ રાહતનો શ્વાસ લીધો છે. ખૂંખાર દીપડાને ચણવઈ ખાતે વન વિભાગની કચેરીએ લઈ જવામા આવ્યો હતો.

વલસાડ તાલુકામાં વેલવાચ ગામમાં એક સપ્તાહ પહેલા વન વિભાગે પાંજરૂ ગોઠવી એક દીપડો પાંજરે પૂર્યો હતો. જે બાદ થોડા દિવસો પહેલા મહાલક્ષ્મી ફળિયામાં રહેતા સંદીપભાઈ બાબુભાઇ પટેલના ઘર નજીક એક વાડીમાં દીપડો દેખાયો હતો. જેને લઈને સંદીપભાઈએ ફરી વન વિભાગ વલસાડની ટીમને જાણ કરી હતી. વન વિભાગની ટીમે વેલવાચ ગામે મહાલક્ષ્મી ફળિયામાં એક વાડીમાં બીજી વખત પાંજરૂ ગોઠવ્યું હતું.

સોમવારે વહેલી સવારે દીપડો પાંજરે પુરાયો હતો. અઠવાડિયા અગાઉ પણ એક દીપડો પાંજરે પુરાયો હતો. ત્યાર બાદ ફરી બીજો દીપડો સંદીપભાઈના ઘર નજીક દેખાઈ દેતા સંદીપભાઈ એ વન વિભાગને જાણ કરતા પાંજરૂ ગોઠવ્યું હતું. જેમાં આજરોજ વહેલી સવારે 4 વાગ્યા ના સુમારે એક( નર ) દીપડો આશરે 2 વર્ષનો પાંજરે પુરાયો હતો. જેને લઈને ગ્રામજનોએ રાહત નો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...