તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:સુરતના કડોદરાથી સામાન ભરી મુંબઈ જઈ રહેલા ટેમ્પોનો વલસાડના ધરમપુર ચોકડી પાસે અકસ્માત થયો, ડ્રાઇવર સહિત અન્ય એક ઘાયલ

વલસાડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ટેમ્પોના ડ્રાઇવર અને અન્ય એક વ્યક્તિને ઇજાઓ પહોંચતાં હોસ્પિટલ ખસેડાયા
 • અજાણ્યા વાહન ચાલકે અચાનક બ્રેક મારતાં અકસ્માત થયો

સુરતના કડોદરાથી સામાન ભરી મુંબઈ જઈ રહેલા ટેમ્પોનો વલસાડના ધરમપુર ચોકડી પાસે અકસ્માત થયો હતો. ટેમ્પોમાં ડ્રાઇવર સહિત અન્ય એક વ્યક્તિને ઇજાઓ પહોંચતાં સ્થાનિક લોકોએ 108ની મદદથી હોસ્પિટલ ખસેડ્યા હતા.

વલસાડના ધરમપુર ચોકડી પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે કોઈપણ જાતના સિગ્નલ બતાવ્યા વગર અચાનક બ્રેક મારી પોતાનું વાહન ઊભું રાખી દેતાં ટેમ્પાનો અકસ્માત થયો હતો. જેમાં ડ્રાઇવર અને અન્ય એક વ્યક્તિ ટેમ્પાની ડ્રાઇવર કેબિનમાં ફસાઈ ગયા હતા. અકસ્માત થતા અજાણ્યો વાહન ચાલક વાહન લઈ ફરાર થઈ ગયો હતો.

ઘટનામાં સ્થાનિક લોકોએ 108 અને પોલીસને બનાવની જાણ કરી હતી. સીટી પોલીસે ક્રેઇનની મદદ વડે કેબિનમાં ફસાઈ ગયેલા ટેમ્પામાં ડ્રાયવર અને અન્ય વ્યક્તિને ટેમ્પામાંથી બહાર કાઢ્યા હતા. 108ની ટીમની મદદથી બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો