તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:જિલ્લામાં વધુ 8 પોઝિટિવ પારનેરાના યુવાનનું મોત

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 12 દર્દી સાજા થયા,કપરાડામાં કોઇ કેસ નહિ

વલસાડ જિલ્લામાં રવિવારે કોરોના પોઝિટિવના 8 દર્દી સામે આવ્યા હતા. જ્યારે વલસાડ તાલુકાના પારનેરાના એક દર્દીનું મોત નિપજ્યુ હતું. આ સાથે કુલ 12 દર્દીએ કોરોનાને માત આપી હતી. જિલ્લામાં કોરોના સંક્રમણમાં ખાસ્સો ઘટાડો નોંધાવવા સાથે દર્દીઓની સંખ્યામાં સામાન્ય ચઢાવ ઉતાર જોવા મળી રહ્યો છે. શુક્રવાર સુધી સિંગલ ડિજિટ બાદ શનિવારે ડબલ ડિજિટમાં 11 કેસ નોંધાયા હતા.

જોકે રવિવારે ફરીથી સિંગલ ડિજિટમાં જ કેસ આવી જતાં રાહત અનુભવાઇ હતી.રવિવારે જિલ્લાના 5 તાલુકા મળી કુલ 8 કેસ પોઝિટિવ મળી આવ્યા હતા. આ સાથે 12 દર્દી સાજા થઇ જતાં ઘરે પહોંચ્યા હતા. જો કે પારનેરા મસ્જિદ ફ‌ળિયાના 50 વર્ષીય દર્દીનું મોત નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...