ટિકિટ મળ્યાની ખુશી:ધરમપુર વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે કિશન વેસ્તાભાઈ પટેલના નામની જાહેરાત

વલસાડ3 મહિનો પહેલા

વલસાડ જિલ્લાની ધરમપુર વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસ ટિકિટ મેળવવા માટે પૂર્વ સાંસદ અને જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપ પ્રમુખ અને સૂચિત પાર તાપી રિવર લિંક પ્રોજેકટ હેઠળ સૂચિત ડેમ હટાઓ સમિતિના આગેવાન કલ્પેશ પટેલ વચ્ચે ટીકીટ યુદ્ધ છેડાયું હતું. જેમાં ગત મોડી રાત્રીએ પ્રદેશ કોંગ્રેસ દ્વારા ધરમપુર વિધાનસભા બેઠક ઉપર પૂર્વ સાંસદ અને વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપ પ્રમુખને ટિકિટ ફાળવી હતી. જેને લઈને ધરમપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પીઢ કોંગ્રેસી કાર્યકરોમાં અને કિશન પટેલના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો સાથે કિશન પટેલે ધરમપુર વિધાનસભા બેઠક 25 હજારથી વધુ મતથી જીત મેળવવાનો દાવો કર્યો હતો.

રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીને જાહેર થતાની સાથે રાજ્યમાં રાજકીય પાર્ટીની કચેરીઓમાં કાર્યકર્તાઓની અને ટિકિટ ઇચ્છુક ઉમેદવારોની ભીડ જોવા મળી હતી. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાની વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસની ટીકીટ મેળવવા માટે છેલ્લા અઠવાડિયા ઉપરથી કોંગ્રેસ પક્ષમાં ટીકીટ મેળવવા રાજકીય દબાનો સર્જાયા હતા. વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપ પ્રમુખ અને પૂર્વ સાંસદ કિશન પટેલ સહિત કોંગ્રેસના 8 ઉમેદવારોએ ટિકિટની માંગણી કરી હતી. જે દરમ્યાન કોંગ્રેસ પક્ષમાં પાર તાપી રિવર લિંકના સૂચિત ડેમ હટાઓ સમિતિના અગ્રણી અને ધરમપુર તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલે 3 દિવસ પટેલ કોંગ્રેસ પક્ષમાં જોડાઈ વિધાનસભાની ટિકિટની માંગણી કરી હતી. જેને લઈને ધરમપુર વિધાનસભાની કોંગ્રેસની ટીકીટ મેળવવા હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. પ્રદેશ કોંગ્રેસે પણ ધરમપુર વિધાનસભાની બેઠક ઉપર નામ અટકાવી રાખ્યું હતું. ગત મોડી રાત્રીએ ધરમપુર વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે કિશન પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી. જેને લઈને કિશન પટેલના સમર્થકોમાં અને પીઢ કોંગ્રેસી કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કિશન પટેલે ધરમપુર વિધાનસભા બેઠક 25 હજારથી વધુ લીડથી જીતવાનો દાવો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...