જાહેરાત:ઉગ્ર વિરોધ બાદ પાર, નાર, તાન અને દમણગંગા નદી પર મોટા ચેકડેમ, વિયર બનાવવાની જાહેરાત

વલસાડ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બજેટમાં પ્રથમ તબક્કે 94 કરોડની ફાળવણી, 4 તાલુકાના ખેડૂતોને સિંચાઇના પાણીની વધુ સુવિધા

તાજેતરમાં કેન્દ્ર સરકારના નદીઓને જોડવાના પ્રોજેકટ માટે સ્થાનિક આદિવાસીઓએ પ્રચંડ વિરોધ કર્યો હતો. જેના પડઘા ગાંધીનગર સુધી પડયા હતાં. ત્યારે ગુરૂવારે રજુ થયેલા બજેટમાં જિલ્લાની પાર,નાર,તાન અને દમણગંગા નદીઓ ઉપર ચેકડેમ,વિયરો અને બેરેજો બનાવવા માટે વિશેષ જોગવાઈ કરી છે. જેથી દક્ષિણ ગુજરાતના સ્થાનિકોમાં આ મુદે મૂંઝવણ ઊભી થઇ રહી છે.

વલસાડ જિલ્લામાં કપરાડા, ધરમપુર વિસ્તારમાંથી પારડી તરફ વહેતી પારનદી, ધરમપુરની તાન, નાર અને પારડી વાપી તાલુકામાથી વહેતી દમણગંગા નદી ચોમાસામાં રેલના પાણીથી છલોછલ ઉભરાય છે.આ વધારાના વહેતા પાણી ઓવરફ્લો થઇને દરિયામાં વહી જાય છે. રાજ્ય સરકારે આ પાણી ખેડૂતોને સિંચાઇ માટે ઉપયોગી થઇ રહે તે માટે નદીઓ ઉપર ચેકડેમો,વિયરો અને બેરેજના નિર્માણની દિશામાં નક્કી થયું હતું.

તાજેતરમાં ધરમપુર ખાતે હજારો આદિવાસીઓએ કેન્દ્ર સરકારના નદીઓના લિંકઅપ પ્રોજેકટનો વિરોધ કર્યો હતો. જયારે ગુરૂવારે રાજય સરકારે રજુ કરેલા બજેટમાં મોટા ડેમો માટે નાણાની જોગવાઇ કરવામાં આવી છે. જેથી સ્થાનિકોમાં મૂંઝવણ વધી રહી છે.

સુત્રોના જણાવ્યાં મુજબ રાજય સરકારની જાહેરાત અને કેન્દ્ર સરકારનો પ્રોજેકટ અલગ છે. રાજય સરકારે આ પ્રોજેકટની વિગતવાર સ્પષ્ટીકરણ સાથે જાહેરાત કરવાની જરૂર હતી. જેથી સ્થાનિકોને સાચી માહિતી મળી શકે.

જિલ્લામાં 5 વર્ષમાં 500 કરોડનું બજેટ
નાણાંમંત્રી કનુભાઇ દેસાઇએ પ્રથમવાર રજૂ કરેલા બજેટમાં વલસાડ જિલ્લાની પારનદી,નાર,તાન અને દમણગંગા નદી તેમજ દક્ષિણ ગુજરાતની અન્ય નદીઓ ઉપર ચેકડેમો,વિયર,બેરેજો બાંધવા માટે 5 વર્ષમાં રૂ.500 કરોડનું તબક્કાવાર આયોજન કર્યું છે.

મંત્રીએ કોર્પરેટ ક્ષેત્રનો અનુભવ દર્શાવ્યો
​​​​​​​ નાંણામંત્રી તરીકે કનુભાઇએ જે બજેટ રજૂ કર્યુ હતુ જે વલસાડ જિલ્લાના લોકો માટે ગૌરવ પૂર્ણ બાબત છે.બજેટમાં સમાજના દરેક વર્ગો અને દરેક ક્ષેત્રોનું હિત જળવાઇ રહે તેનું ધ્યાન રાખવામાં આવ્યુ છે, જે તેઓના કોર્પોરેટ જગતના બોહળા અનુભવનો પચિચય આપે છે. જિલ્લામાં 9 જગ્યાએ સ્પોર્ટસ સકુલ માટે 47કરોડ,જે કદાચ ઉમરગામ તાલુકામા પણ આકાર લઈશકે તેમ છે.- રાકેશ રાય, વિરોધ પક્ષના નેતા

અન્ય સમાચારો પણ છે...