કાર્યવાહી:વલસાડમાં પશુ તસ્કરી ગેંગનો પોલીસ પર ગાડી ચઢાવી કચડી મારવાનો પ્રયાસ, વાહન પલટ્યું

વલસાડ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇન્જેક્શનથી બેભાન કરી 2 પશુની તસ્કરી કરતા ભીવંડી ગેંગના ત્રણને પોલીસે ઝડપી પાડ્યા

વલસાડ હાઇવે ઉપર 3 માસ અગાઉ ગૌતસ્કરોએ ધરમપુરના ગૌરક્ષકને ગાડી ચઢાવી મોતને ઘાટ ઉતાર્યા બાદ લાંબા સમય પછી ફરીથી આ ગેંગના સાગરીતો સક્રિય થયા છે.જો કે વલસાડ પોલીસની કુનેહના પગલે મોડી રાત્રે ઢોરને ઇન્જેક્શન આપી બેભાન કરી ઉઠાંતરી કરનાર 3 આરોપી ઝડપાઇ ગયા હતા.

વલસાડ પોલીસે આ ત્રણે તસ્કરો પૈકી બેને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. વલસાડમાં વાંકીનદી તરફ સિવિલ રોડ ઉપર આરપીએફ જવાના ત્રણ રસ્તા પાસે બુધવારે વહેલી મળસ્કે દરમિયાન એક બ્લ્યુ રંગની કાર ઉભી હોવાની જિલ્લા કન્ટ્રોલ રૂમને માહિતી મળી હતી,જેમાં આ કારમાં આવેલા ઇસમો ગૌવંશ ઉઠાવવા માટે રેકી કરતા હોય તેવું જણાવાયું હતું.

આ વિગત મળતાં જ એસપી ડો.રાજદિપસિંહ ઝાલાએ તસ્કરોને ઝડપવા એલસીબી,એસઓજીના અધિકારી કર્મચારીઓને તથા પેટ્રોલિંગમાં ગયેલી ગાડીને સ્થળ ઉપર પહોંચવા સંદેશો જારી કરતા એલસીબી પીઆઇ જે.એન.ગોસ્વામી,સિટી પીએસઆઇ જે.આઇ.પરમાર સહિત તમામ પોલીસ સ્ટાફ રવાના થયો હતો.તે દરમિયાન એલસીબીની ગાડી વાંકી નદીથી આરપીએફ તરફ આવી રહી હતી ત્યારે સામેથી આવી રહેલી એક કારને પોલીસે રોકવાનો પ્રયાસ કરતાં કારચાલકે પોલીસ ઉપર ગાડી ચઢાવી જાનથી મારી નાંખવાનો પ્રયત્ન કર્યો હતો.

આ કશ્મકશ વચ્ચે કાર પુરઝડપે હંકારી મૂકતા પોલીસની ગાડી સાથે આ કાર ધડાકાભેર અથડાઇને પલટી ગઇ હતી.જેમાંથી 4 ઇસમ દરવાજો ખોલીને ઝડપથી બહાર નિકળી વાંકીનદી તરફ અંધારાનો લાભ લઇ જંગલઝાડીમાં ફરાર થઇ ગયા હતા.પોલીસે ગાડીની ઝડતી લેતા તેમાં બે આખલા બેભાન દશામાં અનેે એકબીાજાના પગ ઉપર બાંધીને ક્રુરતાપૂર્વક ભરેલા મળી આવ્યા હતા.

આ બંન્ને આખલાની સારવાર કરાવી પોલીસે તાત્કાલિક વાપી રાતા પાંજરા પોળ ખાતે રવાના કરી દીધાં હતા.આ સાથે જ પોલીસે સવાર સુધી આસપાસના તમામ નાકાઓ ઉપર કોમ્બિંગ ઓપરેશન હાથ ધરતાં 3 આરોપી ઝડપાઇ ગયા હતા.જેમાંના બેને ઇજા થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...