જૈન ધર્મના સૌથી મોટા તિર્થધામની સુરક્ષા અને ઝારખંડ સરકાર દ્વારા આ તિર્થધામને પર્યટક ક્ષેત્ર ધોષિત કરવાના પગલે જૈન સમુદાયમાં ભારે રોષ ફેલાયો છે. વલસાડમાં પણ જૈન સંઘોમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.જેના પગલે વલસાડમાં આજ રોજ નેમિવિહાર રામવાડીથી સમસ્ત જૈન સંઘોની રેલીનું આયોજન કરાયું હતું. રેલી યોજ્યા બાદ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સમસ્ત જૈન સમાજના બેનર હેઠળ વલસાડ જિલ્લાના જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. અને ઝારખંડ સરકારને જૈન સમાજના તીર્થધામની ગરિમા જાળવી રાખવા અહવાન કર્યું હતું.
ઝારખંડમાં શ્રીગીરિરાજજી તથા સમેતશિખરજીના રક્ષણ માટે અને ઝારખંડની સરકાર દ્વારા જૈનોના સૌથી મોટા પવિત્ર તિર્થધામને પર્યટક ક્ષેત્ર ઘોષિત કરવાના નિર્ણય કરતા વલસાડ જિલ્લા સહિત સમગ્ર દેશના જૈન સમાજમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. જેને લઈ વલસાડમાં સમસ્ત જૈન સંઘો સાથે પૂજ્ય આચાર્ય ભગવંત વિજયવિમલકિર્તી સુરીજી મ.સા. આદિ 8 અને સાધુ ભગવંતો, સાધ્વી મ.સા.ના સાન્નિધ્યમાં આજે વલસાડ શહેરના મુખ્ય માર્ગો ઉપર રેલી આકારે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદન પત્ર પાઠવવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જેને લઈને વલસાડ જિલ્લા સમસ્થ જૈન સમાજના બેનર હેઠળ અને મહારાજ સાહેબની આગેવાનીમાં રામવાડીથી વિશાળ રેલી કાઢી વિરોધ દર્શાવવામાં કરવામાં આવ્યો હતો.
જૈન અગ્રણીઓના મત મુજબ જો તેમના સૌથી મોટા તિર્થધામને પર્યટક ક્ષેત્ર જાહેર કરાશે તો અસામાજીક તત્વો દ્વારા જૈનોના તીર્થધામમા દાદાગીરી અને જૈન ગુરુભગવંતોની પજવણી થવાની આશંકા છે. આ અંગે જૈન સમાજના અગ્રણી સોનલબેન સોલનકી તથા વલસાડ તાલુકા હોલસેલ વેપારી મંડળના મંત્રી પ્રદીપભાઇ કોઠારીએ જાણકારી આપતા જણાવ્યા મુજબ સમસ્ત જૈન સમાજ સંઘોના જૈન વેપારીઓએ તેમની દુકાનો બપોર સુધી બંધ રાખીને વિરોધ નોંધાવ્યો હતો. રેલીમાં વલસાડ જિલ્લાના સહિતના પંથકમાં જૈન સંઘો અને તેમના પરિવારોને જોડાવવા જૈન આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.