આક્રોશ:વલસાડ ધરમપુર રોડ પર મજુર વર્ગના 15 દબાણોનું ડિમોલિશન કરાતા રોષ

વલસાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા ત્રાટકતા કોરોનામાં રોજીરોટી રળતાં પરિવારો રસ્તા પર

વલસાડ ધરમપુર રોડ ઉપર ક્રિકેટના સાધનો, રસોઇના પાટલા, શિક્ષણ માટે અભ્યાસના નાના ટેબલ જેવી વસ્તુઓ, ફુલઝાડના કુંડાવાળાઓ તેમજ અન્ય ચીજવસ્તુઓ વેચી કોરોનાની થપાટમાં પેટિયું રળતાં શ્રમજીવીઓ ઉપર પાલિકા ત્રાટકી હતી. તેમના 15થી વધુ તકલાદી મંડપો દૂર કરી દેવાતા પરિવારો રસ્તા ઉપર આવી ગયા હતા.

હાલમાં કોરોનામાં સરકારે થોડી છુટછાટો વધારી દેતા લોકોનું રાબેતા મુજબનું જનજીવન પાટે ચઢી રહ્યું છે ત્યાં વલસાડ પાલિકાએ ધરમપુર રોડ ઉપર રોજીરોટી રળી બે ટંકનું ભોજન રળતાં શ્રમિક પરિવારો પર ત્રાટકી તેમના 12 જેટલા મંડપો દૂર કરી દેતાં મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા. નીરા કેન્દ્રથી લઇ રેલવે ઓવર બ્રિજ આગળ સુધી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ વેચીને કોરોનામાં વેઠેલી યાતનાથી ઉભરવાનો પ્રયાસ કરવા વચ્ચે જ રેલવેને લાગુ રોડની બાજૂમાં પરદા અને વાંસના મંડપો દૂર કરી દેવાયા હતા.

આ સાથે જ્યુસની લારીઓ પણ દૂર કરવામાં આવી હતી.હાલમાં આ શ્રમિક પરિવારો માટે ઉપર આભ અને નીચે જમીન જેવી સ્થિતિ સર્જાઇ રહી છે. પાલિકાએ આ પરિવારોને વૈકલ્પિક રીતે સહાયરૂપ થઇ શકાય તેવો માર્ગ કાઢવો જરૂરી હોવાની લોકોમાં ચર્ચા ચાલી હતી. ચોમાસાની ઋતુ અને કોરોનામાં શ્રમિક અને ગરીબ પરિવારોના પેટ ઉપર પાટુ ન પડે તેને ધ્યાને રાખી પાલિકા તંત્ર વચલો માર્ગ કાઢી ઉકેલ લાવે તેવી સેવાભાવી લોકોમાં ચર્ચા ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...