વેપારીઓમાં વિરોધ:વલસાડ પાલિકાના 22 શોપિંગ સેન્ટરની 912 દૂકાનનું ભાડૂ વધારવાના નિર્ણયથી રોષ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વેપારીઓમાં નારાજગી,હજી ભાડા કેટલા વધારવા તેનો નિર્ણય બોર્ડમાં લેવાયા બાદ આખરી મહોર લાગશે
  • 40 વર્ષથી​​​​​​​ કોઇ સુવિધા અપાતી નથી, મેઇન્ટેનન્સ થતું નથી, દર વર્ષે 5 ટકા ભાડા વધારો વસૂલાય છે

વલસાડમાં 40 વર્ષ પહેલા બનાવવામાં આવેલા અને પાલિકાની નાણાંકીય ભીંસ વચ્ચે કરોડોની કિમતના નગરપાલિકાની માલિકીના 22 જેટલા જેટલા નાના મોટા શોપિંગ સેન્ટરો અને માર્કેટોની 912 જેટલી દૂકાનોના ભાડા વધારવા માટે હવે શાસકો દ્વારા હિચલાચ શરૂ થતા પહેલાં જ વેપારીઓમાં વિરોધનો સૂર જોવા મળ્યો છે.

આ કામ ગત બોર્ડમાં ઠરાવ મુલતવી રખાયા બાદ હવે ભાડામાં વધારો કરવા બોર્ડમાં ચર્ચા હાથ ધરવાની હિલચાલ તેજ કરી દેવામાં આવી છે.જો કે હજી ભાડાની કોઇ દરખાસ્ત અને ચર્ચા હાથ ધરાય તે પહેલાં જ વેપારીઓ દ્વારા સીઓ સમક્ષ લેખિત વાંધો રજૂ કરી વર્ષોથી જર્જરિત શોપિંગ સેન્ટરમાં સુવિધાઓ મેન્ટેનન્સનો અભાવ વિગેરે મુદ્દે અત્યારથી જ નારાજગી દર્શાવવામાં આવી છે.

વલસાડ પાલિકાની હાલની આર્થિક સ્થિતિના નાજૂક સંજોગો જોતા આવક વધારવા માટે શાસક પક્ષના સભ્યો અને અપક્ષ સભ્યો પણ આવક વધારવા કારોબારી અને બોર્ડમાં ચર્ચા બાદ બેઠકો બાદ ભાડું વધારવાના કામ બાબતે નિર્ણય લેવાશે.

ચાલૂ માસે બોર્ડમાં નિર્ણય લેવાની તજવીજ
પાલિકાની માલિકીના શોપિંગ સેન્ટરો અને માર્કટોના ભાડા વધારવા માટેના કામને ગત બજેટ સભામાં બોર્ડમાં કામની ચર્ચા માટે મુદ્દો રજૂ થયો હતો,પરંતુ આ મામલે સઘન ચર્ચા વિચારણા કરવા આ કામ મુલતવી રાખવામાં આવ્યું હતું.હવે આગામી બોર્ડમાં પાલિકાના શોપિંગ સેન્ટરો અ્ને માર્કેટોના ભાડા વધારવા માટે કામ લેવામાં આવશે.

શોપિંગ સેન્ટરો અને માર્કેટોની સંખ્યા-22
{દૂકાનોની સંખ્યા-912 {હાલના ભાડા- રૂ.1500 થી રૂ.5000 (સ્ક.ફુટ મુજબ નક્કી દરે) {ખાનગી દૂકાનોનું ભાડુ- રૂ.15000 થી રૂ.20 હજાર (લોકેશન મુજબ વધી પણ શકે) હવે આ ભાડામાં પાલિકા કેટલો વધારો કરે તેના ઉપર સૌ વેપારીઓની નજર છે.

વેપારીઓની જાણ બહાર નિર્ણય ન કરવા માગ
વેપારી તરફથી પણ શશીભાઇ શેઠિયા દ્વારા સીઓ સમક્ષ ભાડા વધારાની તજવીજ સામે વાંધા સાથે જણાવ્યું કે, 40 વર્ષથી કોઇ સુવિધા અપાતી નથી અને જર્જરિત સેન્ટરોનું મેઇન્ટેનન્સ થતું નથી,દરવર્ષે 5 ટકા ભાડા વધારો ચૂકવાય છે દૂકાનદારોની જાણ બહાર વધારો ન કરવા માગ કરાઇ છે.

પેટા ભાડૂતોના ભાડાની તપાસ જરૂરી
બીજી તરફ પાલિકાના શોપિંગ માર્કેટોમાં પેટા ભાડૂતો હોય તો તે કેટલા છે અને તેના ભાડા કેટલા વસુલાય છે તેની તપાસની પણ માગ ઉઠી રહી હોવાની વાત પણ અંદરખાને સંભળાઇ રહી છે.પેટા ભાડૂતોને કેટલા ભાડા પેટે દૂકાનો ચલાવવા આપવામાં આવી છે તે બાબત પાલિકા સત્તાધીશો દ્વારા ચકાસણી કરવામાં આવે તેવી ચર્ચા ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...