તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેપારીઓ વચ્ચેનો વિવાદ:સંઘપ્રદેશમાં વિકેન્ડ કફર્યૂમાં રાહત આપી હોવા છતા કેટલાક વેપારીઓએ દુકાન બંધ કરાવતા નાના વેપારીઓમાં રોષ

વલસાડ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બજાર બંધ કરાવવા મુદ્દે વેપારીઓ વચ્ચે શાબ્દિક ટપાટપી જોવા મળી

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં કોરોનાના કેસ ઘટતા પ્રશાસક દ્વારા લગાવવામાં આવેલી પાબંદીઓ ઉપર થોડી છૂટછાટ આપવામાં આવી હતી. જેમાં પ્રશાસકે વિકેન્ડ કરફ્યુમાં છૂટછાટ આપવામાં આવી હતી. નાઈટ કરફ્યુ રાત્રે 10થી સવારે 6 સુધી નાઈટ કરફ્યુ રાખવામાં આવ્યું છે.

વિકેન્ડ દરમિયાન રવિવારે દાદરા નગર હવેલી ખાતે મોટાભાગની દુકાનો ખુલ્લી રહી હતી. રવિવારે દાદરા નગર હવેલીના મોટા દુકાનદારો નાની દુકાનદાર સંચાલકોને દુકાનો બંધ કરાવવા નીકળતા નાના વેપારીઓએ વિરોધ કર્યો હતો. સમગ્ર ઘટનાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...