તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:ધરમપુરના મોહનાકાવચાળીમાં ડુંગર પર વન વિભાગે પ્લાન્ટેશનની કામગીરી શરૂ કરતા સ્થાનિકોમાં રોષ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકીય આગેવાનોની દરમિયાનગીરીથી મામલો થાળે પડ્યો

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા મોહનાકાવચાળી ગામમાં ડુંગર ઉપર ખેતીવાડી કરતા આદિવાસીઓની ખેતીની જમીનમાં વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ હાથ ધરતા વિવાદ સર્જાયો હતો. જેને લઈને ધરમપુર વન વિભાગની કામગીરી સામે સ્થાનિક ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો.

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલા મોહનાકામચાળી ગામમાં સ્થાનિક ખેડૂતો અને વન વિભાગની ટીમ દ્વારા તાજેતરમાં વૃક્ષારોપણની કામગીરી હાથ ધરી હતી. જેમાં વન વિભાગ અને સ્થાનિક ખેડૂતો વચ્ચે આદિવાસીની ડુંગર ની જમીનમાં વૃક્ષારોપણ કરવાના મુદ્દે ઘર્ષણ થયું હતું. જેને લઈને સ્થાનિક આદિવાસીઓ વન વિભાગ સામે વિરોધ પ્રદર્શન કરવા એકત્રિત થાય હતા.

વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ તેમજ ધરમપુર તાલુકા પંચાયતના સભ્ય કલ્પેશ પટેલ, આદિવાસી એકતા પરિષદ ધરમપુરન કલ્પેશ પટેલ, કપરાડા આપ પાર્ટીના જ્યેન્દ્ર ગાંવિત, ધરમપુરના સુરેશ પટેલ, ગામલોકો અને આરએફઓ હિરેનભાઈ પટેલની સાથે સ્થાનિકો ખેડૂતો સાથે બેઠક મળી હતી. જેમાં ગુરુવારે વલસાડ ડીએફઓને મળી જમીન અંગે રજુઆત કરવામાં આવશે. વન વિભાગે પણ ગામલોકોને સાથે રાખી વન વિભાગ ગામ તેમજ જંગલનો વિકાસ કરશે એવી માહિતી આપી હતી.

આરએફઓના જણાવ્યા પ્રમાણે ઉભા થયેલા આ મુદ્દા બાબતે અગાઉ ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, ગામના આગેવાનો અને વન વિભાગની સાતથી આઠ મિટિંગ થઈ હતી. અને તેમના પ્રશ્નનો નિકાલ લાવવામાં આવ્યો હતો. અને જેને સનદની જમીન મળી છે એ જમીનો છોડી વનવિભાગે વનવિભાગની જમીનમાં પ્લાન્ટેશન ચાલુ કર્યું હતું. પરંતુ મુદ્દો ઉભો થતા આ મિટિંગ યોજાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...