મુશ્કેલી:વલસાડમાં ડ્રેનેજના ગંદા પાણી રસ્તા પર, ત્રસ્ત વેપારીઓમાં રોષ

વલસાડ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસામાં પ્રશ્ન વધુ ગંભીર થવાની ભીતિથી ચિંતિત

વલસાડ શહેરના આવાબાઇ સ્કુલના માર્ગ ઉપર ડ્રેનેજની ગટરો છાશવારે ઉભરાવા છતાં પાલિકાની ડ્રેનેજ શાખાના કર્મચારીઓને સફાઇ માટે ફુરસદ મળતી નથી.ડ્રેનેજ ગટરમાંથી ઉભરાઇને ગંદા પાણી રસ્તા પર ફરી વળતાં આ વિસ્તારના વેપારીઓ અને રાહદારીઓને ભારે મુશ્કેલી પડતાં રોષ ફેલાયો હતો.વલસાડ હાલર રોડ પર આવાબાઇ સ્કુલની બાજૂમાંથી રૂરલ પોલીસ સ્ટેશન તરફ જતાં માર્ગ વચ્ચે પસાર થતી ડ્રેનેજ લાઇન છાશવારે ઉભરાઇ જવાની લાંબા સમયની ફરિયાદો છતાં તેનો કાયમી ઉકેલ લાવવામાં ડ્રેનેજ શાખા નિષ્ફળ રહી છે.

આ વિસ્તારમાં બિલ્ડિંગોમાથી ડ્રેનેજના પાણી પાઇપલાઇનમાં ચોક અપ થઇ જતાં રસ્તા પર પાણી ફેલાઇ રહ્યા છે.અહિની નવચેતન હોટલ સામે રસ્તા વચ્ચે ગંદા પાણીનો મોટો ભરાવો થતાં હોટલ સંચાલક દ્વારા પાલિકાના ડ્રેનેજના અધિકારીઓને,ઇજનેરોને ફરિયાદો કરવા છતાં કોઇ દાદ મળી ન હતી.આ વિસ્તારમાં શોપિંગ સેન્ટરો,દૂકાનદારો અને અ્ન્ય લોકો ડ્રેનેજ પાણી રસ્તા પર જ પથરાઇ જતાં દૂર્ગંધનો સામનો કરી રહ્યા છે.માર્ગ પરથી ચાલીને જતા રાહદારીઓની પણ કફોડી હાલત થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...