જામીન નામંજૂર:13.57 લાખની ઠગાઇ આણંદના આરોપીના જામીન કોર્ટે ફગાવ્યાં

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વલસાડમાં ઓફિસ ખોલી 7થી વધુ વેપારી સાથે ઠગાઈ કરી હતી

વલસાડ તિથલ રોડ ઉપર કેરીઝોન નામની દૂકાનના વેપારી ચેતનભાઇ પટેલનો મોબાઇલ ઉપર 21 એપ્રિલ 2022ના રોજ અબ્રામા એસટી વર્કશોપ સામે સાફી હોસ્પિટલ પાસે લક્ષ્મી એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાંથી એક વ્યક્તિનો ફોન આવ્યો હતો. જેમાં તેણે લેપટોપ અને અન્ય સામગ્રી પૂરી પાડવા જણાવ્યું હતું.

વેપારી ચેતનભાઇએ તેમના માણસ દ્વારા આ સામગ્રીઓ લઇને લક્ષ્મી એન્ટરપ્રાઇઝ ખાતે મોકલતાં સંચાલકોએ તેને રૂ.1.28 લાખનો આઇસીઆઇસીઆઇનો ચેક આપી બે દિવસ બાદ બેંકમાં નાંખવા જણાવતા આ ચેક વાપી ખાતેની મહિન્દ્રા કોટક બેંકમાં નાંખ્યો હતો પરંતું તે બાઉન્સ થતાં અબ્રામા લક્ષ્મી એન્ટરપ્રાઇઝ ઓફિસમાં માણસસને મોકલ્યો હતો, પરંતુ આ ઓફિસ બંધ હતી અને સંચાલકોના મોબાઇલ પણ બંધ આવ્યા હતા.જેને લઇ છેતરપિંડી હોવાનું માલુમ પડતા તેમણે વલસાડ સિટી પોલીસ મથકે જાણ કરતા અન્ય વેપારીઓ સાથે પણ આ પ્રકારની છેતરપિંડી થઇ હોવાનું બહાર આવ્યું હતું.

જેના પગલે લક્ષ્મી એન્ટરપ્રાઇઝના પ્રકાશ પટેલ, વડોદરા, કારેલીબાગ, સત્યમપાર્ટી પ્લોટ સામે, શ્રીજી વિલા, વડોદરા બાલકૃષ્ણ જગદીશ ઠક્કર અને આણંદના જાખલા, ચકલાશી ફળિયામાં રહેતો જગદીશ શાંતિભાઇ ભોઇ નામના ઇસમો વિરૂધ્ધ રૂ.13.57 લાખની છેતરપિંડીનો ગુનો 28 એપ્રિલે દાખલ થયો હતો.પોલીસે આ કેસમાં જગદીશ ભોઇની આણંદથી ધરપકડ કરી હતી. જેણે સેશન્સ કોર્ટમાં જામીન મુક્ત થવા અરજી કરતા ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલ ગ્રાહ્ય રાખી સેશન્સ જજ પ્રકાશકુમાર પટેલે જામીન અરજી ફગાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...