તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૃદ્ધનું કોર્ટમાં મોત:વલસાડમાં દારૂના કેસમાં પકડાયેલી મહિલાને જામીન આપવા આવેલા વૃદ્ધનું કોર્ટમાં મોત

વલસાડ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓઝર ગામમાં દારૂના કેસમાં પકડાઈ હતી મહિલા
  • મહિલાને જામીન આપવાની કામગીરી પૂર્ણ થયા બાદ વૃદ્ધને એટેક આવતા થયું મોત

વલસાડ તાલુકાના ઓઝર ગામમાંથી એક મહિલા દારૂના કેસમાં ઝડપાઇ હતી. જે મહિલાને જામીન આપવા ઓઝર ગામના વડીલ આવ્યાં હતા. જોકે, જામીનની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ફાસ્ટ્રેક કોર્ટમાં વડીલને એટેક આવતા તેનું મોત નીપજ્યું હતું.

ફાસ્ટક કોર્ટની અંદર વૃદ્ધને અટેક આવતા થયું મોતવલસાડના ઓઝર ગામમાં એક મહિલા દારૂના કેસમાં પકડાઈ હતી. મહિલાએ જામીન પર મુક્ત કરાવવા માટે ઓઝર ગામના નાયકી ફળિયામાં રહેતા અંદાજે 90 વર્ષીય વડીલ તળસીભાઈ રૂદીયાભાઈ પટેલ મહિલાને જામીન આપવા ગયા હતા. જોકે, જામીનની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ફાસ્ટક કોર્ટની અંદર તળસીભાઈ પટેલને એટેક આવતા તેનું અચાનક મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ ડિસ્ટ્રીક જજ M K દવેને થતાં તેઓ તાત્કાલિક દોડી આવ્યાં હતા. મૃતકને નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...