તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મિલન:વલસાડમાં વિખુટા પડેલા નેત્રંગના વૃદ્ધનું પરિવાર સાથે મિલન થયું

વલસાડ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ફોટો સોશ્યિલ મીડિયામાં મૂકી પરિવારની શોધ કરી

વલસાડ પોલીસે નેત્રંગ તાલુકાના મુુંડાઘાટ ગામથી છેલ્લા 12 દિવસથી વિખુટા પડી ગયેલા 65 વર્ષના વૃધ્ધનું તેમના પરિવાર સાથે સુખદ મિલન કરાવી માનવતા મહેકાવી હતી.એસપી ડો.રાજદિપસિંહ ઝાલા અને ડીવાયએસપી એમ.એન.ચાવડા દ્વારા વરિષ્ઠ નાગરિકોની તકલીફો અંગે સેમિનાર કરી તેમના પ્રશ્નો ઉકેલવા પોલીસ વિભાગને જણાવ્યું હતું.

જે હેઠળ વલસાડ સિટી પીઆઇ વી.ડી.મોરી,પીએસઆઇ એસ.કે.વસાવા, સ્ટાફ ઇશ્વર કાળુભાઇ, જયેશ રતીલાલ, રાજકુમાર જયશંકર, મનેશ રમણભાઇ પેટ્રોલિંગમાં હતા ત્યારે વલસાડ કોસંબા રોડ પર એક નિ:સહાય 65 વર્ષીય અને ભરૂચ જિલ્લામાં બોલાતી આદિવાસી ભાષા બોલતો વૃધ્ધ મળી આવ્યો હતો.જેની ટીપીકલ ભાષા ખબર પડતી ન હતી.

તેના ફોટો સોશ્યિલ મીડિયામાં નાંખી તપાસ કરતા આ વૃધ્ધનુ નામ પુનિયાભાઇ વજીરભાઇ વસાવા રહે.મુંડાઘાટ, પોસ્ટ કવચિયાતાનેત્રંગ,જિ.ભરૂચનો હોવાનું બહાર આવ્યું હતું.સિટી પોલીસે પરિવારજનોને જાણ કરી બોલાવ્યા બાદ વિખુટા પડેલા વૃધ્ધને સોંપી માનવીય સેવાનું ઉદાહરણ પુરું પાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો