તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાપી GRPની ટીમ દ્વારા ત્યજાયેલા બાળકને વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. મંગળવારે વલસાડ CWCની ટીમ સમક્ષ બાળકને રજૂ કરવામાં આવ્યું હતું. વલસાડ CWCની ટીમે શિશુનો કબજો મેળવીને નવસારી ખાતે આવેલા બાળ ગૃહમાં મોકલી આપવામાં આવ્યું છે.
ગયા સપ્તાહે વાપી રેલવે સ્ટેશને માલગાડી પાસે બાળક મળ્યું હતું
વલસાડ જિલ્લાના વાપી રેલવે સ્ટેશન પાસે 29 જાન્યુઆરીએ વાપી રેલવે સ્ટેશનથી માલ ગાડી ટ્રેનના પૈડા વચ્ચે કપડામાં લપેટેલી હાલતમાં મળી આવ્યું હતું. વાપી RPFના જવાન વિજય પટેલ માલગાડી ટ્રેનના સીલ ચેક કરી રહ્યા હતા. જે દરમિયાન એક નાના શિશુનો રડવાનો અવાજ આવતા શિશુની શોધખોળ હાથ ધરી હતી. જેમાં માલ ગાડીના પૈડા નજીક કાપડમાં લપેટેલી હાલતમાં 2 માસનું શિશુ મળી આવ્યું હતું, વાપી રેલવે સ્ટેશનના લાઉડ સ્પીકરની એનાઉન્સ કરાવીને બાળકના માતાપિતાને શોધવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. માતા-પિતા ન મળતા વાપી GRPની ટીમને બાળકનો કબજો સોપવામાં આવ્યો હતો.
GRP અને RPFની ટીમે સોશિયલ મીડિયાની મદદ લીધી
વાપી રેલવે સ્ટેશનથી માલ ગાડીના પૈડા નજીક મળી આવેલા ફૂલ જેવા બાળકને ત્યજી ગયેલા માતા પિતાની જાણકારી મેળવવા RPF અને GRPની ટીમ દ્વારા સોશ્યલ મીડિયાની મદદ મેળવીને શિશુના પરિવારની શોધખોળ હાથ ધરી છે. રેલવે પોલીસ દલ દ્વારા બાળકના પરિવારને શોધવા માટે CWCની પણ મદદ લેવામાં આવી રહી છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.