• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • An Executive Meeting Was Held At Pardi Orwad In Valsad On The Occasion Of Former Prime Minister Jawaharlal Nehru's Birthday.

જન્મ જયંતિ:ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂના જન્મદિવસ નિમિત્તે વલસાડના પારડી ઓરવાડમાં કારોબારી બેઠકમાં યોજાઇ

વલસાડ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કારોબારી બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ધર્મિષ્ઠાબેન પટેલની નિયુક્તિ
  • કાર્યક્રમમાં બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ પણ કરાઇ

વલસાડ જિલ્લા કોંગ્રેસની કારોબારી સમિતિની બેઠક પારડી ખાતેથી મળી હતી. જેમાં વલસાડ જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કારોબારીની શરૂઆત માજી વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના જન્મ દિન નિમિત્તે બાળકોને શૈક્ષણિક કીટ આપીને કરવામાં આવી હતી. જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠકમાં કારોબારી બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ધર્મિષ્ઠાબેન પટેલની વરની કરવામાં આવી હતી.

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઓરવાડ ખાતે આવેલ એકલિંગજી હોલમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કારોબારી અને સ્નેહ સંમેલન તથા સત્કાર સમારંભ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.

વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશભાઇ પટેલ, વ્યારાના ધારાસભ્ય પુનાજી ગામીત, માજી સાંસદ કિશનભાઈ પટેલ સહિત કોંગ્રેસી કાર્યકરો અને અગ્રણીઓ ઉપસ્થિતિમાં વિસ્તૃત કારોબારી સભા મળી હતી. જેમાં સભામાં માજી વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની જન્મ જયંતી નિમિત્તે બાળકોને શિક્ષણ અભ્યાસ અંગેના સાધનો વિતરણ કરવામાં આવ્યા હતા.

વલસાડ જિલ્લામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ અને ઉમરગામના પ્રમુખ ફુલજીભાઈ બંને જણાને નવી નિયુક્તિ કરવામાં આવી હતી. બંને જણાનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ કારોબારીમાં કોંગ્રેસના સંગઠનના નવા સભ્યોની નોંધણી સંગઠનની ચૂંટણીની ચર્ચા અને જન જાગૃતિ અભિયાન અંગે અને આગામી કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈની રાહબારી હેઠળ યોજાયેલ જિલ્લા કારોબારીમાં કોંગ્રેસી કાર્યકર્તા ભાઇ-બહેનો હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન પારડી તાલુકા પંચાયતના માજી ઉપપ્રમુખ સતિષભાઈ પટેલ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...