• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • An Employee And Folder Of Road And Building Department Of Valsad District Panchayat Rs. Caught Taking Bribe Of 15 Lakhs, 1 Employee Wanted

ACBની સફળ ટ્રેપ:વલસાડ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના એક કર્મચારી અને ફોલ્ડર રૂ. 15 લાખની લાંચ લેતા ઝડપાયા, 1 કર્મચારી વોન્ટેડ

વલસાડ20 દિવસ પહેલા

વલસાડ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગે નદી ઉપર બ્રિજ બનાવવાની કામગીરી કોન્ટ્રાક્ટરને સોંપી હતી. જે કામગીરી પૂર્ણ થયા બાદ ફાઇનલ બિલ મંજૂર કરવા માટે જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર અને આસીસટન્ટ ઇજનેરે રૂ. 20 લાખની લાંચની માંગણી કરી હતી. જોકે, કોન્ટ્રાક્ટર દ્વારા લાંચ આપવા માંગતો ન હોવાથી ACBની ટીમનો સંપર્ક કર્યો હતો.

એકને વોન્ટેડ જાહેર કરીને તપાસ હાથ ધરાઈ
સુરત ACBની ટીમે લાંચીયાઓને ઝડપવા છટકું ગોઠવ્યું હતું. જિલ્લા પંચાયતના ગેટ પાસે જિલ્લા પંચાયતના કાર્યપાલક ઈજનેર અને આસીસટન્ટ ઇજનેરના કહેવાથી તેમના ફોલ્ડરને રૂપિયા આપવા જણાવતા ACBના ટ્રેપમાં રૂ. 15 લાખની લાંચ લેતા જિલ્લા પંચાયતના કાર્યપાલક ઈજનેર અને તેમનો ફોલ્ડર ઝડપાયા હતા. જ્યારે આસીસટન્ટ ઇજનેર હાથ ન લાગતા સુરત ACBની ટીમે તેને વોન્ટેડ જાહેર કરીને આગળની તપાસ હાથ ધરી હતી.
રૂ. 20 લાખની લાંચની રકમ માગી હતી
વલસાડ જિલ્લા પંચાયત હસ્તક આવતા નદી ઉપરના એક બ્રિજના નવા બાંધકામનો સબ કોન્ટ્રાકટર તરીકે એક કોન્ટ્રાક્ટરને કામ મળ્યું હતું. કોન્ટ્રાક્ટર દ્વારા વર્ષ 2019-20માં વલસાડ જિલ્લામાં આવેલ કાર્યપાલક ઇજનેરની કચેરી, પંચાયત વિભાગ માર્ગ અને મકાન વિભાગ તરફથી નદી ઉપરથી પસાર થતા રસ્તાના બ્રિજનું કામ પેટા કોન્ટ્રાક્ટર તરીકે રાખ્યું હતું. આ કામ પુર્ણ થતા તેના ફાયનલ બીલ મંજૂર કરવાની કાર્યવાહી કરવા બદલ જિલ્લા પંચાયતના નાયબ કાર્યપાલક ઈજનેર અને આસીસટન્ટ ઇજનેરે રૂ.20 લાખની લાંચની માંગણી કરી હતી.
ACBની ટીમે લાંચનું છટકું ગોઠવ્યું
આ લાંચની માગણીમાં 15 લાખમાં ડિલ નક્કી કરવામાં આવી હતી. પેટા કોન્ટ્રાક્ટર જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના લાંચિયા અધિકારીઓને લાંચ આપવા માંગતો ન હોવાથી ACBની હેલ્પલાઇન ઉપર વલસાડ જિલ્લા પંચાયતના લાંચિયા અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ સુરત ACBની ટીમને મળતા સુરત ACBની ટીમે લાંચનું છટકું ગોઠવ્યું હતું.
લાંચના છટકામાં ફોલ્ડર ઝડપાઇ ગયો
વલસાડ જિલ્લા પંચાયતની કચેરીના ગેટ પાસે ACBની ટીમે લાંચનું છટકું ગોઠવ્યું હતું. જેમાં વલસાડ જિલ્લા પંચાયતના કાર્યપાલક ઈજનેર નિલય ભરતભાઇ નાયક અને આસીસટન્ટ ઇજનેર અનિરૂધ્ધ માધુસિંહ ચૌધરીના કહેવા મુજબ તેમના ફોલ્ડર વિક્ર્મભાઈ ક્રાતીભાઈ પટેલને લાંચની રકમ આપવા જણાવ્યું હતું. ACBના લાંચના છટકામાં ફોલ્ડર ઝડપાઇ ગયો હતો. સાથે જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને ACBની લાંચ ના કેસમાં ઝડપી પાડયા હતા. જ્યારે આસિસ્ટન્ટ ઈજનેર મળી ન આવતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. વલસાડ ACB કચેરી ખાતે લાંચિયા અધિકારી અને ફોલ્ડર વિરુદ્ધ FIR નોંધી આગળની તપાસ વલસાડ ACBની ટીમને સોંપી છે.

અન્ય સમાચારો પણ છે...