તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • An Application Was Handed Over To The Collector In Valsad Alleging That BJP Was Involved In The Attack On The State President Of Aam Aadmi Party.

રજૂઆત:આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઉપર થતા હુમલામાં ભાજપનો હાથ હોવાનો આક્ષેપ, વલસાડમાં કલેક્ટરને આવેદનપત્ર અપાયું

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોપાલ ઇટલીયા, ઈસુદાન ગઢવી તેમજ મહેશ સવાણી સહિતના નેતાઓ ઉપર થતા હુમલા અટકાવવા માંગ
  • આપના કાર્યકર્તાઓએ દરેક હુમલામાં ભાજપનું કનેક્શન હોવાનો આક્ષેપ કર્યો

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા, પ્રદેશ નેતા ઈસુદાન ગઢવી તેમજ મહેશ સવાણી સહિતના નેતાઓ ઉપર વારંવાર હુમલાઓ કરવાની અનેક ઘટનાઓ બની આવી છે. આ હુમલાનું કનેક્શન ભાજપ સાથે હોવાના આક્ષેપને લઇને વલસાડમાં આપના કાર્યકર્તાઓએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે.

જિલ્લા કલેક્ટરને અપાયેલા આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, અત્યાર સુધીનાં દરેક હુમલામાં પકડાયેલા કે ઓળખાયેલા અસામાજિક તત્વોનું સત્તાધારી ભાજપ પક્ષ સાથે કનેક્શન હોવાનું સામે આવ્યું છે. આમ આદમી પાર્ટીના નેતાઓ કે કાર્યકર્તાઓ ઉપર છાશવારે હિંસક હુમલાઓ કરવા તે સદંતર અયોગ્ય અને અસ્વીકાર્ય છે.

વિચારધારાની લડાઈમાં હિંસાને કોઈ સ્થાન હોવું જોઈએ નહીં ત્યારે આમ આદમી પાર્ટીની ટીમની રજૂઆત કરવામાં આવી અત્યાર સુધી બનેલી હુમલાની ઘટનાઓની તટસ્થ તપાસ કરવામાં આવે તેમજ પાર્ટીના પ્રદેશના નેતાઓને પૂરી સલામતી પૂરી પાડવામાં આવે અને તેમના પરિવારના સભ્યોને પણ સુરક્ષા પૂરી પાડવામાં આવે.

આ ઉપરાંત જણાવવામાં આવ્યું કે, ભવિષ્યમાં આમ આદમી પાર્ટીના નેતાઓ કે તેમના પરિવાર ઉપર અસામાજિક તત્વો હુમલો ન કરે તે અંગે પૂરી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી અને જો ઉપરોક્ત માંગણીને ગંભીરતાથી ધ્યાને લઈને યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવનારા દિવસો અમારે અહિંસાના માર્ગે, શાંતિથી સરકાર સામે પ્રદર્શન કરવા મજબૂર થવું પડશે. તેવી ચીમકી પણ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...