જાનને અકસ્માત નડ્યો:સેલવાસના અથાલમાં રસ્તા પર ગાય વચ્ચે આવી જતા ટ્રક અને બસ વચ્ચે અકસ્માત, 14 જાનૈયાઓ ઈજાગ્રસ્ત

વલસાડએક મહિનો પહેલા
  • ગાયને બચાવવાના ચક્કરમાં ટ્રક ચાલકે બ્રેક મારતા પાછળ જાન લઈને આવી રહેલી લકઝરી બસ અથડાય હતી
  • ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના અથાલ ગામ નજીક રસ્તા ઉપર પશુધન આવી જતા ટ્રક અને બસ વચ્ચે અકસ્માત થયો હતો. હાઈવે પર ગાય આવી જતા ટ્રક ચાલકે બ્રેક મારી હતી જેથી ટ્રકની પાછળ જાન લઈને આવી રહેલી લકઝરી બસ અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બસમાં સવાર 14 જાનૈયાઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેથી સ્થાનિક રહીશો અને રાહદારીઓએ 108ની ટીમની મદદ વડે ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

દાદરા નગર હવેલીના અથાલ ગામે મેઈન રોડ પર ગાય રસ્તા વચ્ચે આવી જતા એને બચાવવાના ચકકરમાં ટ્રક ચાલકે અચાનક બ્રેક મારી હતી. જેથી એની પાછળ દાદરાથી બોરીગામ તરફ જાન લઈને જતી બસ અથડાતા અકસ્માત થયો હતો. જેમા 14 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેઓને 108 દ્વારા સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવ્યાં હતા.

આ અકસ્માત અંગે પ્રાપ્ત વિગત અનુસાર સેલવાસ-નરોલી રોડ પર અથાલ ગામ નજીક રોડ પર ગાય આવી જતા ટ્રકના ડ્રાઈવરે અચાનક બ્રેક મારતા પાછળ જાન લઈને આવતી લક્ઝરી બસની ટક્કર થઈ હતી. જેના કારણે અંદર બેઠેલા જાનૈયાઓને ઈજાઓ પહોંચી હતી. બસમાં વધુ પડતી મહિલાઓ જ હતી. આ અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિકને કંટ્રોલ કરી 108 એમ્બ્યુલન્સમાં ઈજાગ્રસ્તોને વિનોબાભાવે સિવિલ હોસ્પીટલમા સારવાર અર્થે લઇ જવામાં આવ્યાં હતા.

આ અકસ્માતમાં 14 લોકોને ઈજા પહોંચી હતી. જોકે, તમામને સામાન્ય ઈજા પહોંચતા પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપી દેવામા આવી હતી. ઉલ્લેખનીય છે કે, રખડતા ઢોરો અંગે પ્રદેશની વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રસાશનને વારંવર રજૂઆતો કરવામા આવી છે. પરંતુ તેના તરફ યોગ્ય ધ્યાન આપવામા આવી નથી રહ્યુ જેના કારણે વારંવાર આવા અકસ્માતો થતા રહે છે અને કેટલાક લોકોના જીવો પણ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...