કોરોનાનો રાફડો:કોરોના કેસો વચ્ચે જિલ્લામાં હાઇરિસ્ક 20 દેશમાંથી 30 દિ’માં જ 369ની એન્ટ્રી

વલસાડ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૌથી વધુ 235 નાગરિકો બ્રિટનના, વિદેશથી આવનાર તમામના રિપોર્ટ નેગેટિવ

વલસાડ જિલ્લામાં ડિસેમ્બરથી વધી રહેલા કોરોના કેસોની ઝંજાળ વચ્ચે વિદેશોમાં સ્થાયી થયેલા જિલ્લાના નાગરિકોનો આંકડો 369 પર પહોંચી ગયો છે. 30 દિવસ પહેલા 21 નાગરિક આવ્યા હતા જેમાં વધારો થઇ રહ્યો છે. સરકારે એમિક્રોનને ધ્યાને લઇ વિદેશમાંથી આવતા નાગરિકોના આરટીપીસીઆર ટેસ્ટ બાદ જ એન્ટ્રી કરવા આદેશ કરતાં આરોગ્ય વિભાગે ચેકપોસ્ટો ઉપર વાહનચેકિંગ શરૂ કરી દીધું હતું.

બીજી તરફ ગ્રામપંચાયતોની ચૂંટણીનો ધમધમાટ ખીલ્યો હતો. 21 ડિસેમ્બરે ગ્રામપંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થતા સુધીમાં કોવિડના નિયમોની લાપરવાહી પણ સામે આવી હતી.પરિણામો બાદના કોરોનાએ ધીમી ગતિએ રિએન્ટ્રી મારી હતી. જે નવેમ્બરના અંતમાં વધીને ડિસેમ્બર માસમાં ચિંતાજનક રીતે કોરનાએ માથું બરોબર ઉંચક્યું હતું. હાઇરિસ્ક દેશોમાં એમિક્રોનના કેસ આવતાં ચેકપોસ્ટો પર ચેકિંગ હાથ ધર્યું હતું.જેમાં 5 ડિસેમ્બરથી અત્યાર સુધી હાઇરિસ્ક દેશોમાંથી 369 નાગરિકો આવ્યા છે.

એરપોર્ટ બાદ જિલ્લામાં પણ ટેસ્ટ
હાઇરિસ્ક દેશોમાંથી આવનારા નાગરિકોના એરપોર્ટ ઉપર આરટી પીસીઆર ટેસ્ટ કરાવ્યા બાદ રિપોર્ટ લઇને જે તે જિલ્લામાં જતાં આ નાગરિકોના ચેક પોસ્ટ પર વાહનચેકિંગમાં પણ આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાનો નિયમ લાગૂ કર્યો હતો.જેમાં જિલ્લામાં આવેલા નાગરિકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છતાં તેમને 14 દિવસ હોમકોરન્ટાઇનમાં જ રહેવાની ગાઇડલાઇન અપાઇ હતી.

20 દેશોમાંથી આવ્યા
બેલારૂસથી,બેલ્જિય દેશમાંથી, બ્રાઝિલ,કેનેડા, ઝેક રિપબ્લિક, ડેન્માર્ક,ફ્રાન્સ,જર્મની, ઘાના, હોંગકોંગ,આર્યલેન્ડ, ઇટાલી, મોરેશ્યિસ, નેધરલેન્ડ, ન્યૂઝીલેન્ડ, પનામા, પોલેન્ડ, કતાર, સિંગાપોર, સાઉથ આફ્રિકા, સ્પેન, સ્વીડન, ટાન્ઝિનિયા, ટર્કી, યુક્રેઇન, બ્રિટન યુકે

369 નાગરિકમાં બ્રિટનના 70 ટકા
જિલ્લામાં હાઇરિસ્ક દેશોમાંથી 30 દિવસમાં આવેલા 369 નાગરિકમાં સૌથી વધુ બ્રિટનમાંથી આવ્યા છે.જેમની સંખ્યા વધતી જાય છે.અત્યાર સુધી જિલ્લામાં બ્રિટનમાંથી જ 235 નાગરક આવી ચૂક્યા છે.બ્રિટનથી 70 ટકાથી વધુ નાગરિકોની એન્ટ્રી જિલ્લામાં થઇ છે.

અન્ય સમાચારો પણ છે...