• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Amit Gupta Elected Unopposed As President Of Valsad Bar Association, Umesh Bajpayee As Vice President And Vishal Thakur Unopposed

વકીલ મંડળની ચૂંટણી:વલસાડ વકીલ મંડળના પ્રમુખ પદે અમિત ગુપ્તા, ઉપપ્રમુખ પદે ઉમેશ બાજપાઈ અને વિશાલ ઠાકુરની બિનહરીફ વરણી

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વકીલ મંડળના નવનિયુક્ત હોદેદારોને સભ્યો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામા આવી

વલસાડ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલો પૈકી વલસાડ વકીલ મંડળના હોદ્દેદારોની ટર્મ પૂર્ણ થતાં નવા હોદ્દેદારોની ચૂંટણી વલસાડ કોર્ટ ખાતે યોજાઈ હતી. જેમાં વલસાડ વકીલ મંડળના હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. પ્રમુખ તરીકે અમિતકુમાર ગુપ્તા, ઉપપ્રમુખ તરીકે ઉમેશ બાજપાઈ તથા વિશાલ ઠાકુરની વરણી કરવામાં આવી છે. સાથે સેક્રેટરી તરીકે દિપક પટેલની વરણી કરવામાં આવી હતી. તેમજ અન્ય હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. વકીલ મંડળના સભ્યોની બિનહરીફ વરણી થતા વકીલ મંડળના સભ્યોએ પ્રમુખ સહિત હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા.

વલસાડ વકીલ મંડળના હોદ્દેદારોની ટર્મ પૂર્ણ થતાં 17 ડિસેમ્બરે વકીલ મંડળના પ્રમુખ અને હોદ્દેદારોની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં વકીલ મંડળના પ્રમુખ અમિતકુમાર ગુપ્તા અને ઉપપ્રમુખ તરીકે ઉમેશ બાજપાઈ તથા વિશાલ ઠાકુર અને સેક્રેટરી તરીકે દિપક પટેલ સહિત અન્ય હોદ્દેદારોએ ઉમેદવારી નોંધાવી હતી. વકીલ મંડળના પ્રમુખ અને તેમની પેનલ સામે વલસાડ વકીલ મંડળના ઉમેદવારોએ ઉમેદવારી ન નોંધાવતા અમિતકુમાર ગુપ્તા અને તેમની ટીમને વલસાડ વકીલ મંડળના હોદ્દા ઉપર બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. વલસાડ વકીલ મંડળના નવા નિમાયેલા હોદ્દેદારોની વકીલ મંડળના સભ્યો અને વકીલોએ અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...