તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:વલસાડના કપરાડામાં એમ્બ્યુલન્સ ચાલકે એક યુવતીને અડફેટે લેતા મોત, ઘાયલ યુવતીને હોસ્પિટલ લઈ જવાને બદલે ચાલક ફરાર થયો

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગંભીર રીતે ઘાયલ થયેલી યુવતીને અન્ય વાહનમાં હોસ્પિટલ ખસેડવી પડી
  • અકસ્માત સર્જનાર ડ્રાઈવર નશાની હાલતમાં હોવાની સ્થાનિકોમાં ચર્ચા

વલસાડ જિલ્લાના કપરાડામાં આજે એક એમ્બ્યુલન્સ ચાલકે એક યુવતીને અડફેટે લેતા યુવતીનું મોત નિપજ્યું હતું. કપરાડા CHCની એમ્બ્યુલન્સના ચાલકે પગપાળા જઈ રહેલી યુવતીને અડફેટે લીધી હતી. અકસ્માત સર્જયા બાદ ઘાયલ યુવતીને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડવાને બદલે ડ્રાઈવર ઘટનાસ્થળેથી ફરાર થઈ જતા અનેક સવાલો ઉઠ્યા છે.

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોઢા લીલાશરી ફળીયામાં રહેતી કુસુમબેન દિપકભાઈ પટેલ ઉંમર 35 વર્ષ તેઓ સવારે ઘરેથી કપરાડા મામલતદાર કચેરી ખાતે દાખલો લેવા ગઈ હતી. દાખલાના કામ માટે ઝેરોક્ષ કરવા કાગળો લઈ રસ્તાને કિનારે ચાલતી જતી હતી. તે વખતે કપરાડા CHCની એમ્બ્યુલન્સના ચાલક રામુભાઈએ મહિલાને અડફેટમાં લઈ લેતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. જેથી પ્રથમ કપરાડા CHC ખાતે સારવાર લઈ ધરમપુર સ્ટેટમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી પરંતુ ત્યાં સારવાર મળી રહે તે પહેલાં દમ તોડી દીધો હતો.

કપરાડા મામલતદાર કચેરીમાં વળતા જ ચોકડી ઉપર કપરાડા સી.એચ.સી ની એમ્બ્યુલન્સ માંડવા તરફથી આવીને કપરાડા સી.એચ.સી ખાતે જતી હતી, તે વખતે સમય સવારે 10 .30 કલાકે એમ્બ્યુલન્સના ચાલક રામુભાઈએ નિર્દોષ મહિલા કુસુમબેન દીપકભાઈ પટેલ ઉંમર 35 વર્ષ રહેવાસી નાનાપોઢા ગામના લીલાશરી ફળીયાની વતની હતી તેઓને એમ્બ્યુલન્સ ચાલકે અડફેટે લઈ લેતા માથાના ભાગમાં ગંભીર ઈજા પોહચાડતા નાક કાન માથાના ભાગમાંથી લોહીની ધારા વહેવા લાગી હતી. ઘટના સ્થળ ઉપર હાજર લોકો દોડી આવ્યા હતા કપરાડા સી.એચ.સી માં સારવાર લઈ વધુ સારવાર માટે ધરમપુર સ્ટેટમાં ખસેડવામાં આવી હતી. જોકે ચાલક એમ્બ્યુલન્સ લઈ ને સ્થળ ઉપરથી નાસી છૂટ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...