તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Valsad
 • Along With The City Now Towards The Village Of Korona, 7 Out Of 15 New Patients Were Registered, Bringing The Total Number Of Cases In The District To 595

કોરોનાનો ભરડો:શહેર સાથે હવે કોરોના ગામડા તરફ, નવા 15માંથી 7 દર્દી નોંધાયા,જિલ્લામાં કુલ કેસનો આંકડો 595

વલસાડએક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
 • 2 દિવસમાં જ 13 કેસ ગ્રામ્ય દર્દીના મળ્યા જેમાંથી એકનું મોત થયું, કુલ મોત 54

વલસાડ જિલ્લામાં શહેરી વિસ્તારો બાદ હવે કોરોના ગામડામાં વિહાર કરવા લાગ્યો છે. જેના કારણે ગામડાઓમાં લોકોમાં ભયનું વાતાવરણ સર્જાઇ રહ્યું છે. છેલ્લા 2 દિવસથી નોંધાયેલા દર્દીઓમાં ગામડાના જ 13 કેસ કોરોના પોઝિટિવ નિકળ્યા છે.રવિવારે જિલ્લામાં કોરોનાના નવા 15 કેસ મળી આવ્યા હતા.જેમાં 7 દર્દી ગામડાના જોવા મળ્યા છે.આ સાથે પોઝિટિવ દર્દીની કુલ સંખ્યા જિલ્લામાં 595 પર પહોંચી ગઇ છે.જ્યારે ઉદવાડાના 1 દર્દીનું મોત થયું છે.

કુલ કેસનો આંકડો 595 અને મૃત્યાંક 54 પર પહોંચ્યો છે
કોરોના સંક્રમણ ગામડામાં પણ પ્રસરતું જાય છે. ગામડાઓમાંથી નોકરી ધંધાએ જતાં લોકોને સંક્રમણથી સુરક્ષિત રહેવા વધુ સાવધાની વર્તવાની આવશ્યકતા છે. શનિવારે નોંધાયેલા 19 કેસમાં 6 દર્દી ગામડાના હતા જ્યારે રવિવારે પણ 15 કેસમાંથી ગામડાના 7 દર્દી કોરોના પોઝિટિવ બન્યા છે. આવા કેસોમાં મોટાભાગે ડાયાબિટીસ,હાર્ટ,કિડની સહિતની બિમારીથી પિડાતા મોટી ઉમરના વડીલોનો સમાવેશ થાય છે.વડીલોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી યુવાનોની સરખામણીમાં તેમને કોરોનાનો વધુ ભય રહેતો હોય છે.રવિવારે નવા 15 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.જ્યારે ગ્રામ્ય વિસ્તાર ઉદવાડાના એક દર્દીનું મોત નિપજ્યું હતું.કુલ કેસનો આંકડો 595 અને મૃત્યાંક 54 પર પહોંચ્યો છે.

દર્દીઓનું સિવિલમાં સફળ નિદાન બાદ ડિસ્ચાર્જ
અબ્રામા સોનાનગરના યુવાન, રાજનનગર અબ્રામાના પુરૂષ,પારડીના અભિનવ કોમ્પલેક્સમાં રહેતો યુવાન,વાપી ચલામાં પ્રમુખ રેસિડન્સીનો યુવાન, ચલા મુક્તાનંદ માર્ગ, શ્રીનાથજી રેસિડન્સીના રહીશ યુવાન અને વાપી ગુંજન મંગલ વાટિકા સોસાયટીના યુવાન દર્દીનું વલસાડ સિવિલમાં સફ‌ળ નિદાન બાદ સાજા થતા ઘરે મોકલાયા હતા.

ઉદવાડામાં બે અને પારડીમાં એક મળી કુલ 3 કોરોનાથી દર્દીના મોત
વલસાડ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 10 દિવસથી કોરનાની સારવાર લેતાં ઉદવાડા સ્થિત ઓરવાડના આગેવાન કિરીટભાઇ પંડયાનું મોત થયુ હતું. જયારે ઉદવાડા જાગૃતિ કોમ્પલેક્ષમાં કોરોનાના દર્દી વિનયભાઇ ગડાનું પણ સારવાર દરિયાન મોત થયુ હતું. ઉદવાડામાં કેસો વધવા છતાં દુકાનો બંધ રહેતી નથી. જયારે પારડી ગાયત્રી સોસાયટીમાં રહેેતા અને વાપીમાં દુકાન ધરાવતાં નૈનેશ શાહે કોરોનાની સારવાર દરિયાન જનેસેવા હોસ્પિટલમાં છેલ્લોે શ્વાસ લીધો હતોે. અલગ-અલગ ત્રણ મોતથી લોકોમાં ડર વધી રહ્યો છે. સિવિલમાં કોરોના પોઝિટિવની સારવાર લઇ રહેલા પારડીના ઉદવાડા ગામના ઝંડાચોક ખાતે રહેતા 50 વર્ષીય પુરૂષ દર્દીનું મોત નિપજયું હતું.

દાનહમાં નવા 18 અને દમણમાં 24 કેસો, કુલ 885 થયા
દાનહમાં કોરોના પોઝિટિવના નવા 18 કેસ નોંધાતા આંકડો 420ને પાર પહોંચ્યો છે. જેમાંથી 188 કેસો સક્રિય છે અને 232 કેસો રિકવર થયા છે. 6 કેસ ઇનફ્લુએન્ઝા પેશન્ટ છે. 5 કેસ નવા પેશન્ટની ઓળખ રેન્ડમ સ્ક્રિનિંગ દરમ્યાન મળ્યા છે. ચાર પોઝિટિવ કેસ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. 4 પેશન્ટ રિકવર થયા છે જેઓને રજા આપી છે. જ્યારે સંઘપ્રદેશ દમણ જિલ્લામાં રવિવારે કોરોના પોઝિટિવના વધુ 24 કેસ નોંધાતા કુલ આંકડો 465 ઉપર પહોંચી ગયો છે. રવિવારે વધુ 14 દર્દીઓ સ્વસ્થ બનતા ડીસ્ચાર્જ કરાયા હતા. દમણમાં અત્યાર સુધીમાં કોરોના મહામારીથી એક દર્દીનું મોત થયું છે જ્યારે 311 ડિસ્ચાર્જ કરાતા હાલમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 153 રહી છે. રવિવારે વધુ 10 નવા કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે.

આ 7 ગામડામાં પોઝિટિવ દર્દી મળ્યા
વલસાડના ચીંચવાડા, દેવલા ફળિયાના 69 વર્ષીય વૃધ્ધા, કુંડીગામના દેસાઇ ફળિયામાં રહેતા 57 વર્ષીય વૃધ્ધા, સરોધી ગામના 65 વર્ષીય વૃધ્ધા,પારડીના દહેલી, મુસ્લિમ ફળિયાના 55 વર્ષીય પુરૂષ,પારડી આમળી ગામના દિપલી ફળિયામાં 56 વર્ષીય પુરૂષ, ઉમરગામ તાલુકાના વલવાડા ગામે ગુણવંતભાઇની ચાલમાં રહેતા 55 વર્ષીય પુરૂષ અને 28 વર્ષીય યુવાન મળી 2 દર્દી તથા ઉમરગામ તાલુકાના પુુનાટ ગામના 35 વર્ષીય યુવાન કોરોના પોઝિટિવ થયા હતા.

શહેરી વિસ્તારના 8 કોરોના દર્દીઓ

 • તાલુકો ગામ/સ્થળ ઉમર પુ/સ્ત્રી
 • વલસાડ તક્ષશિલાસો.તિથલરોડ 56 પુરૂષ
 • વલસાડ રામવાડી,ગુરૂકૃપા બંગલો 78 સ્ત્રી
 • વલસાડ મોગરાવાડી સોનિયા પેલેસ 63 પુરૂષ
 • વલસાડ સરદાર હાઇટ,તિથલ રોડ 43 પુરૂષ
 • પારડી દહેલી,મુસ્લિમ ફળિયા 55 પુરૂષ
 • વાપી ટાંકી ફળિયા 56 પુરૂષ
 • વાપી મહેન્દ્રની ચાલ,ડુંગરા 29 સ્ત્રી
 • વાપી પ્રમુખ ગ્રીન,ચલા 40 પુરૂષ

કોરોના વલસાડ જિલ્લામાં

 • રવિવારે પોઝિટિવ: 15
 • અત્યાર સુધી પોઝિટિવ: 595
 • રવિવારે મોત: 01
 • કુલ મૃત્યુ: 54
 • કોરોના મુક્ત: 07
 • કુલ કોરોના મુક્ત: 338
અન્ય સમાચારો પણ છે...