ભણતર માટે ચિંતા:દૂષ્કર્મ બાદ બંધ કરાયેલી શાળાના ધો.10-12ના છાત્રોને આલોક સ્કૂલ પ્રવેશ આપશે

સેલવાસ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંચાલક અને શિક્ષકે આદિવાસી વિદ્યાર્થી સાથે દુષ્કર્મ આચર્યું હતું
  • ઘટના પ્રકાશમાં આવતા પ્રસાશને અવર લેડી સ્કુલ બંધ કરાવી હતી

દાનહના સામરવરણી ગામે આવેલી અવર લેડી ઓફ હેલ્પ ઈંગ્લીશ મિડીયમ શાળાના સંચાલક અને શિક્ષકે એક વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કર્યાની ઘટના બાદ પોલીસ પ્રશાસને શાળા સંચાલક અને શિક્ષકની ધરપકડ કરી હતી. પ્રશાસને આ સ્કુલને જ્યાં સુધી નવો આદેશ ન કરાય ત્યાં સુધી બંધ રાખવાનો આદેશ કર્યો છે.

જેના કારણે શાળામાં ભણતા બીજા વિદ્યાર્થીઓના વાલીઓમાં બાળકોના ભણતર માટે ચિંતા કરી રહ્યા હતા.આ ઘટનાથી વિદિત આલોક સ્કુલના સંચાલકો અને આચાર્યએ અવર લેડી સ્કુલના ધો10 અને12ના વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખરાબ ન થયા એ માટે આલોક સ્કુલના પ્રિન્સિપાલ શ્રીમતી સ્મૃતિ સિંહે અવર લેડી સ્કુલના વિદ્યાર્થીઓની આ વર્ષની ફી પણ ન લઇ શાળાના તમામ છાત્રોને પ્રવેશ આપવાનો નિર્ણય કર્યો છે. બોર્ડના વિદ્યાર્થીઓની ચિંતાને લઇ આ ધોરણના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન અને અન્ય પેપર વર્ક સત્રના પહેલા ચરણમાં જ સંપન્ન થઇ જાય છે.

પરંતુ સત્રના મધ્યમાં જ આ દુર્ઘટના થઇ જવાને કારણે આ વિદ્યાર્થીઓ પર પ્રતિકૂળ પ્રભાવ પડયો છે.આચાર્યએ જણાવ્યું કે અમે સીબીએસસીને આ સંદર્ભે વાત કરશે અને એમના આપવામાં આવેલા દિશાનિર્દેશ અનુસાર પાલન કરી વિદ્યાર્થીઓની સમસ્યાને અમે નિશ્ચિત રૂપે હલ કરવામાં સક્ષમ થઈશુ.આ રીતના સરાહનીય કદમ ઉઠાવવા બદલ પ્રદેશના લોકો તેમજ શાળાના વિદ્યાર્થીઓના વાલીઓમાં પણ થોડી ચિંતા ઓછી થઇ ગઇ છે.આજ રીતે જો બીજી શાળાઓ પણ બીજા ધોરણના વિદ્યાર્થીઓને એડમિશન આપી ભણતર કરાવવામાં આવે તો તેઓનું પણ ભવિષ્ય સુધારી શકાય એમ છે. પોલીસ અને પ્રસાસન દ્વારા અવર લેડી સ્કૂલના વિદ્યાર્થીઓનું હાલ કાઉન્સેલીગ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...