તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરણી:પારડી તાલુકાની 53 પંચાયતના સરપંચોના હોદ્દાની ફાળવણી

વલસાડ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાતિપ્રકાર મુજબ બેઠકો નક્કી થઇ

આગામી ડિસેમ્બરમાં યોજાનારી ગ્રામપંચાયતોની ચૂંટણીમાં વલસાડ જિલ્લાના પારડી તાલુકાના 53 સરપંચોના હોદ્દાની જાતિ પ્રકાર મુજબ ફાળવણી કરવામાં આવી છે.જેમાં એસસી સરપંચો માટે સામાન્ય 1 બેઠક,મહિલા 1 બેઠક,એસસી માટે સામાન્ય 24 બેઠક,મહિલા માટે 24 બેઠકની ફાવણી કરવામાં આવી છે.

પારડી તાલુકાની ગ્રામપંચાયતોમાં મહિલા સરપંચો સહિત વિવિધ કેટેગરીમાં બેઠકોની ફાળવણીનું જાહેરનામુુ નવનિયુક્ત કલેકટર ક્ષિપ્રા અગ્રેએ બહાર પાડ્યું છે.જેમાં ગ્રામપંચાયત સરપંચના હોદ્દાની સ્ત્રી અનામત સહિત બેઠકો માટે એસસી,એસટી,ઓબીસી તથા બિન અનામત રાખવાની બેઠકોનો સમાવેશ કરાયો છે.પારડી તાલુકાની 53 પંચાયતના સરપંચોના હોદ્દાની ફાળવણી જાતિપ્રકાર મુજબ નક્કી કરવામાં આવી છે.

સરપંચની બેઠક-53, એસસી સામાન્ય-01, એસટી સામાન્ય- 24, એસસી મહિલા- 24, સા.શૈ.પ.વર્ગ સામાન્ય- 02, સા.શૈ.પ.વર્ગ મહિલા- 02નો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...