હાલાકી:વલસાડ વિભાગની 278 બસની ફાળવણી, હજારો મુસાફરોને 4 દિવસ રઝળપાટ થશે

વલસાડ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વલસાડ,નવસારી ડાંગ જિલ્લા સંઘ પ્રદેશમાં 30 ટકા ગ્રામ્ય બસ સેવાઓ રદ થવાની વકી

ગુજરાત વિધાનસભા-2022 ની ચૂંટણી માટે વલસાડ એસટી વિભાગના કાર્યક્ષેત્રમાં આવતા વલસાડ,નવસારી,ડાંગ જિલ્લાની કુલ 9 વિધાનસભા બેઠકની ચૂંટણી માટે એસટી વિભાગમાંથી કુલ 278 એસટી બસ ચૂંટણીની કામગીરી માટે ફાળવવામાં આવી છે.ચૂંટણી આયોગના કાર્યક્રમ મુજબ દરેક જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી યોજવા માટે વાહનોની ફાળવણી કરવાની થતી હોવાના પગલે વલસાડ એસટી વિભાગ દ્વારા પણ ગોઠવણ કરવામાં આવી રહી છે.

જેના કારણે આગામી 30 નવેમ્બર અને મતદાનના દિવસ 1 ડિસેમ્બર મળી 2 દિવસ વલસાડ સહિતના જિલ્લાના એસટી મુસાફરોની હાલત બગડી જશે. એસટી નિગમની 4500 થી વધુ બસોને કેજ્યુઅલ કોન્ટ્રાક્ટથી રોકવામાં આવી છે.

ફાળવાયેલી તમામ એસટી બસો તા.30 અને 1 ડિસેમ્બર અને ઉત્તર ગુજરાતમાં બીજા તબક્કાના મતદાન માટે તા.4 અને 5 ડિસેમ્બરના રોજ જવાની હોવાથી કુલ 4 દિવસ સુધી ગ્રામ્ય બસ સેવા મોટેભાગની રદ થશે અને મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.જેના માટે આ દિવસોએ મુસાફરોએ અન્ય રિક્ષા,છકડા સહિતના વાહનોનો ઉપયોગ કરવાની તૈયારી રાખવી પડશે.

અન્ય સમાચારો પણ છે...