રજુઆત:વાવાઝોડામાં વલસાડના ખેડૂતો-અગરિયાઓને થયેલા નુકસાની અંગે રૂ.5 કરોડની સહાય ફાળવી, વધુ 6 કરોડની માંગણી કરાઇ

વલસાડ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય મંત્રી રમણલાલ પાટકરે સર્વેની કામગીરી પૂર્ણ કરીને 7 દિવસમાં લાભાર્થીઓને સહાય ચૂકવવા જણાવ્યું

ગુજરાતમાં 17 અને 18 મે 2021ના રોજ ગુજરાત ઉપર ત્રાટકેલા વાવાઝોડાની અસર વલસાડ તાલુકામાં પણ જોવા મળી હતી. જેમાં વલસાડ જિલ્લામાં મકાનો અને ખેતીને નુકસાની પહોંચાડી હતી. તાઉ-તે વાવાઝોડાએ ખેડૂતોને વરસાદ અને ભારે પવનને લઈને ભારે નુકસાની પહોંચી હતી. જે બાદ ખેતીવાડી અધિકારીઓ દ્વારા ખેડૂતોને થયેલી નુકસાની અંગે સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાજ્ય મંત્રી રમણલાલ પાટકરને ખેડૂતોને વળતર આપવા અંગે તથા સર્વેની કામગીરીની દેખરેખ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. જેમાં રૂ.5 કરોડનું સહાય પેકેજ મેળવ્યું છે. તથા વધુ રૂ.6 કરોડના પેકેજની માંગણી કરવામાં આવી છે.

વલસાડ તાલુકા માટે 5 કરોડની સહાય ફાળવી વધુ 6 કરોડની માંગણી કરાઇ

મંત્રી રામમલાલ પાટકરે સર્વેની કામગીરીની સમીક્ષા કરીને બાકી રહેલા ખેડૂતોની સર્વે કરીને 7 દિવસમાં સહાય ચૂકવી દેવા માંગ કરી હતી. વલસાડના ધારાસભ્ય ભરત પટેલે મુખ્ય મંત્રીને રજુઆત કરીને અગરિયાઓ અને કેરીના પાક ઉપર નભતા ખેડૂતોને યોગ્ય સહાય ચૂકવવા રજુઆત કરી હતી. જેના આધારે મુખ્યમંત્રીએ 5 કરોડની સહાય વલસાડ તાલુકા માટે ફાળવી હતી. વલસાડ તાલુકા માટે વધુ સહાયની માંગણી ભરત પટેલે કરી છે. તેમાં વધુ 6 કરોડની સહાય મંજુર કરવા માટે રજુઆત કરી છે. જેમાં આંબાવાડીઓમાં તૈયાર થયેલા કેરીના પાકને વાવાઝોડામાં ભારે અસર થઇ હતી. જેના માટે વલસાડના ભરતભાઈ પટેલે રાજ્ય સરકાર પાસે કરેલી રજૂઆત બાદ રાજ્ય સરકાર દ્વારા વલસાડ તાલુકા માટે 5 કરોડની સહાય ફાળવી હતી. તેમ ભરતભાઈ પટેલે જણાવ્યું છે.

મીઠાના અગરિયાઓને યોગ્ય વળતર ચૂકવવા માટે રજૂઆત

તાઉ-તે વાવાઝોડાને લઇ પડેલા વરસાદમાં વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં મીઠું પકવતા અગરિયાઓના મીઠાના તૈયાર પાકને ભારે નુકસાની થઇ હતી. જેને લઇ વલસાડના ધારાસભ્યએ અગરિયાઓને મીઠાનું ઉત્પાદન કરતા અગરિયાઓને ઉભા પાકમાં થયેલા નુકસાનનું યોગ્ય વળતર આપવા માટે રાજ્ય સરકાર પાસે રજૂઆત કરી હોવાનું અને આગામી દિવસોમાં ખેડૂતોની જેમ અગરિયાઓને પણ થયેલા નુકસાનનું યોગ્ય વળતર મળશે તેમ ધારાસભ્ય ભરતભાઈ પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...