વલસાડ તાલુકાના ઓવાડા ગામની પાણીની સમસ્યા નિવારવા સુજલામ સુફલામ યોજના અંતર્ગત ગામના તળાવની માટી ખોદી તળાવને ઊંડું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી. આ દરમિયાન ગામના સરપંચ અને પંચાયતના અગ્રણીઓ દ્વારા કોન્ટ્રાક્ટર પાસે ગ્રામ પંચાયતના કામ માટે 2.50 લાખની માંગણી કરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. તેમજ કોન્ટ્રાક્ટરની અગેવાનીમાં ગ્રામજનોએ વલસાડ જિલ્લા અધિક કલેક્ટરને આવેદન પત્ર પાઠવી આ આક્ષેપ સાથે રજૂઆત કરી છે.
વલસાડ તાલુકાના ઓવાડા ગામમાં પડતી પાણીની સમસ્યા નિવારવા અને ઉનાળાના સમય દરમિયાન કૂવા અને તળાવમાં પાણી ગ્રામજનોને મળી રહે તે માટે ઓવાડા ખાતે સર્વે નંબર 529માં આવેલા તળાવની માટી ખોદી તળાવને ઉંડુ કરી કરવાની કામગીરી સુજલામ સુફલામ યોજના અંતર્ગત કરવામાં આવી રહી છે.
આ દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા ઓવાડાના તળાવ ખાતે ચાલતી માટી ખોદવાની કામગીરી કરવામાં આવી રહી હતી. ત્યારે ગામના સરપંચ અને પંચાયતના અન્ય હોદ્દેદારોએ આવીને કામગીરી અટકાવી હતી. આ કામગીરી અટકાવતા કોન્ટ્રાક્ટરે સરપંચ અને અગ્રણીઓને પૂછતા પંચાયતના વિકાસના કામો માટે 2.5 લાખ રૂપિયા પંચાયતના ભંડોળમાં જમા કરાવવાની માંગણી કરી હોવાના આક્ષેપ કોન્ટ્રાક્ટરે સરપંચ ઉપર લગાવ્યા છે. વર્ક ઓર્ડરમાં આવી કોઈ જાણકારી ન હોવાનો જણાવ્યું હતું. સરપંચને અઢી લાખ રૂપિયા આપવાની કોન્ટાક્ટરે ના પાડી દીધી હતી. જે બાદ સરપંચે અને ગામના અગ્રણીઓએ સુજલમ સુફલામ યોજનામાં તળાવની માટીનો વેપલો થતો હોવાના આક્ષેપ સાથે કોન્ટ્રાક્ટર વિરુદ્ધમાં વલસાડ જિલ્લા અધિક કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
ગામના સરપંચ અને આગેવાનોની રજુઆત સામે કોન્ટ્રાક્ટરે પણ આજરોજ વલસાડ જિલ્લા અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવી સરપંચની કામગીરીઓ ઉપર પ્રશ્નો ઉઠાવ્યા હતા. સાથે સરપંચ દ્વારા અઢી લાખ રૂપિયા માંગવામાં આવ્યા હોવાનો આક્ષેપ આવેદનપત્રમાં કરવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.