વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ધગડમાળ ગામમાં આવેલી અર્જુન કેમિકલ કંપનીમાં વર્ષ 2013માં અલગ અલગ સમયે કંપનીમાં 10 કામદારો કામ કરતા હતા. તાજેતરમાં ફેબ્રુઆરી માસથી કંપનીના કામદારોને રોજ કામ ઉપર બોલાવી પગાર ચુકવતા ન હોવાના આક્ષેપ કામદારો દ્વારા લગાવવામાં આવ્યા છે. જે અંગે જિલ્લા કલેક્ટરને કંપનીના 10 કામદારો અને ગામના અગ્રણીઓએ 15 ડિસેમ્બરના રોજ જિલ્લા કલેક્ટરમાં કંપની વિરુદ્ધ રાવ કરી હતી. તે બાદ અર્જુન કેમિકલ કંપનીના સંચાલકોએ કામદારોને 10 માસનો પગાર પણ આપવાની ના પાડી કંપનીમાંથી છુટા કરી નાખ્યા હતા. જેને લઈને કામદારોએ આજે ફરી અર્જુન કેમિકલ કંપની સામે જિલ્લા કલેક્ટરમાં રાવ કરી હતી.
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ધગડમાળ ગામ ખાતે આવેલી અર્જુન કેમિકલ્સ કંપનીમાં ધગડમાળ અને આજુબાજુના વિસ્તારમાં રહેતા કુલ 10 કામદારોને નોકરી ઉપર રાખ્યા હતા. જે બાદ ચાલુ વર્ષે ફેબ્રુઆરી માસથી કામદારોનો પગાર કંપની દ્વારા કરવામાં ન આવતા કામદારોનો હાલત કફોળી બની છે. કામદારો કંપની સંચાલક અને કંપનીના HRને પગાર ચૂકવવા.વારંવાર રજુઆત કરવા છત્તા કોઈ કાર્યવાહી ન થઈ હતી. છેલ્લા 10 માસથી તમામ કામદારોએ ઘર ચલાવવા ઊંચા વ્યાજે રૂપિયા ઉપાડવા પડયા છે અને કંપની દ્વારા કામદારોને પગાર ન ચુકાવતા કામદારો દેવામાં ડૂબી ગયા છે. કામદારોને PF અને ગ્રેચ્યુઈટીના રૂપિયા ચૂકવી કામદારોને કંપની દ્વારા આપવામાં આવતી NOC ન આપતા કામદારો અન્ય કંપનીમાં નોકરીએ પણ જઈ શકતા નથી.
કંપનીના HR અને કંપની સંચાલકોને વારંવાર રજુઆત કરવા છત્તા કોઈ કાર્યવાહી ન થતા કપરાડા આમ આદમી પાર્ટીના નેતા જ્યેન્દ્ર ગાવિતની આગેવાનીમાં કામદારોએ વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદન પત્રના રૂપમાં કામદારો અને વિસ્તારમાં અગ્રણીઓએ રજુઆત કરી કંપનીમાં બાકી રહેલો કામદારોનો 10 માસનો પગાર અને PF તેમજ ગ્રેચ્યુઈટી વગેરે ચૂકવવા માંગ કરી છે. જે બાદ તાજેતરમાં કંપની સંચાલકોએ 10 કામદારોને પગાર આપ્યા વિના કંપનીમાંથી છુટા કારીનાખ્યાં હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને રજુઆત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.